Home / India : Central govt's new rule regarding Waqf Property, now it will difficult to take possession

'પાઈ-પાઈ'નો હિસાબ મળશે': Waqf Property અંગે કેન્દ્ર સરકારનો નવો નિયમ, હવે કબજો કરવો થશે મુશ્કેલ

'પાઈ-પાઈ'નો હિસાબ મળશે': Waqf Property અંગે કેન્દ્ર સરકારનો નવો નિયમ, હવે કબજો કરવો થશે મુશ્કેલ

Waqf Property: કેન્દ્ર સરકારે વક્ફ કાયદા હેઠળ એક નવો નિયમ જાહેર કર્યો છે. આ નવો નિયમ વક્ફ પોર્ટલ અને વક્ફ સંપત્તિના ડેટાબેઝ, વક્ફ મિલકતોની નોંધણીની પદ્ધતિ અને તેના ઓડિટ સાથે સંબંધિત છે. નવા કાયદા હેઠળ, દરેક વક્ફ મિલકતની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે, જેની માહિતી પોર્ટલ પર આપવાની રહેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દેશભરના વક્ફના સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે

નવા નિયમો હેઠળ એક કેન્દ્રીયકૃત પોર્ટલ અને ડેટાબેઝ બનાવવામાં આવ્યું છે, જે દેશભરના વક્ફના સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે.આમાં વકફ મિલકતોની યાદી અપલોડ કરવી, નવી નોંધણી, વક્ફ રજિસ્ટરની જાળવણી, ખાતાઓ વિશે માહિતી પૂરી પાડવી, ઓડિટ રિપોર્ટ પ્રકાશિત કરવા અને બોર્ડના આદેશોની નોંધણીનો સમાવેશ થાય છે. વક્ફ સંપત્તિના મેનેજર (મુતવલ્લી) પોતાના મોબાઇલ નંબર અને ઈમેઇલ દ્વારા OTP દ્વારા લોગ ઇન કરીને પોર્ટલ પર નોંધણી કરાવશે. ત્યારબાદ વક્ફ અને તેની સંપત્તિની વિગતો અપલોડ કરી શકશે.

વક્ફ સંપત્તિની રચનાના ત્રણ મહિનાની અંદર પોર્ટલ પર ફોર્મ 4માં નોંધણી કરાવવી પડશે. વક્ફ બોર્ડ પોર્ટલ પર ફોર્મ 5માં વક્ફનું રજિસ્ટર જાળવશે. નવા નિયમો વક્ફ (સુધારા) અધિનિયમ 2025 હેઠળ બનાવવામાં આવ્યા છે, જે આઠમી એપ્રિલ 2025થી અમલમાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની સંમતિ મળ્યા બાદ કેન્દ્ર સરકારે ગયા મહિને વક્ફ (સુધારા) અધિનિયમ 2025ને સૂચિત કર્યું હતું. વકફ (સુધારા) બિલ લોકસભામાં 288 સભ્યોના સમર્થનથી પસાર થયું હતું, જ્યારે 232 સાંસદો તેની વિરુદ્ધમાં હતા. રાજ્યસભામાં, 128 સભ્યોએ તેના પક્ષમાં અને 95 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

 

Related News

Icon