
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને પણ ભાજપને રોકી શક્યા નથી. ભાજપના ઉમેદવાર હરપ્રીત કૌરને કૂલ 19 મત મળ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના મેયરના ઉમેદવાર પ્રેમલતાના પક્ષમાં 17 મત પડ્યા હતા.
https://twitter.com/ANI/status/1884864550920708138
ત્રણ કોર્પોરેટરોએ કર્યું ક્રોસ વોટિંગ
ભાજપના પક્ષમાં ત્રણ કોર્પોરેટરોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધને ક્રોસ વોટિંગ રોકવા, એક-એક મત માટે પોતાના તમામ કોર્પોરેટરોને રિસોર્ટમાં રોક્યા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પંજાબ પોલીસની નજર હેઠળ હતા જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર પર પાર્ટીના જ નેતા નજર રાખતા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે ચંદીગઢ મહાનગરપાલિકામાં કૂલ સંખ્યાબળ 35 છે. મહાનગરપાલિકાના 35 કોર્પોરેટરો સાથે ચંદીગઢના સાંસદ પણ મેયરની ચૂંટણીમાં મતદાન કરે છે. કૂલ મળીને 36 વોટ છે. 100 ટકા વોટ પડ્યા હતા પરંતુ ક્રોસ વોટિંગને કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધને હારનો સામનો કરવો પડ્યો હતો.
ગત વર્ષે પણ થયો હતો વિવાદ
મહત્ત્વપૂર્ણ છે કે ગત વર્ષે પણ ચંદીગઢ મેયરની ચૂંટણી દરમિયાન વિવાદ થયો હતો ત્યારે આ ઘટના સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. 20 ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ચૂંટણી અધિકારી અનિલ મસીહના આચરણ પર ટિપ્પણી કરી હતી અને ચૂંટણીના પરિણામને પલટી નાખ્યુ હતું. અનિલ મસીહે AAP-કોંગ્રેસના આઠ વોટ રદ કરી નાખ્યા હતા એવામાં ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.
કોર્ટે આ નિર્ણયને પલટી નાખ્યો હતો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ કુમારને મેયર બનાવવામાં આવ્યા હતા. કોર્ટે માન્યું હતું કે કુલદીપ કુમારને મળેલા 8 વોટ ખોટી રીતે અમાન્ય ગણવામાં આવ્યા હતા.