Home / India : Chaos during screening of 'Sabarmati Report' in JNU

JNUમાં ‘સાબરમતી રિપોર્ટ’ના સ્ક્રીનિંગ દરમિયાન હંગામો, ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારોનો આક્ષેપ

JNUમાં ‘સાબરમતી રિપોર્ટ’ના સ્ક્રીનિંગ દરમિયાન હંગામો, ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારોનો આક્ષેપ

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં સાબરમતી રિપોર્ટના સ્ક્રીનિંગ દરમિયાન ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓનો આરોપ છે કે ડાબેરી વિદ્યાર્થીઓ એબીવીપીના કાર્યક્રમોમાં હંમેશા અવરોધો ઉભો કરે છે અને આજે પણ ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એબીવીપીના એક વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો હતો કે ડાબેરી વિદ્યાર્થીઓ વારંવાર આવું જ કરે છે. અગાઉ, જ્યારે અમે એક ફિલ્મનું સ્ક્રીનિંગ આયોજિત કર્યું હતું, ત્યારે પણ તેમના દ્વારા આવું જ કરવામાં આવ્યું હતું. જેમાં એક ગાર્ડના પગમાં ઈજા થઈ હતી. આજે પણ ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો થયો હતો, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.



Related News

Icon