Home / India : Communal violence in West Bengal's Murshidabad, internet service shutdown

પ.બંગાળના મુર્શિદાબાદમાં ઘરોમાં તોડફોડ-આગ, કોમી હિંસાના પગલે ઈન્ટરનેટ સેવા બંધ

પ.બંગાળના મુર્શિદાબાદમાં ઘરોમાં તોડફોડ-આગ, કોમી હિંસાના પગલે ઈન્ટરનેટ સેવા બંધ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બેલડાંગા શહેર અને આસપાસના વિસ્તારોમાં કોમી હિંસા ફેલાતા ભારેલી અગ્નિ જેવી સ્થિતિ વણસી છે. અહીં બે સમુદાયનો લોકો સામસામે આવી જતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતા અહેવાલો મુજબ ટોળાએ 30થી વધુ ઘરો પર હુમલો કરી તોડફોડ કરી છે, તો અનેક ઘરોને આગ ચાંપી દેવાઈ છે. હાલ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. આ ઉપરાંત આખા જિલ્લામાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવાયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઘરોમાં તોડફો, આગ ચાંપી દેવાઈ

સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે, ઘટનામાં બંને તરફથી લગભગ 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને ધ્યાને રાખી અહીં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. જ્યારે વહિવટી તંત્રએ આખા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ટોળા દ્વારા 30થી વધુ ઘરોમાં તોડફોડ કરવાની સાથે આગ ચાંપી દેવાઈ છે. સૌથી વધુ બેલડાંગા શહેરના વોર્ડ નં.10માં પરિસ્થિતિ વણસી છે, જ્યારે પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો પણ તહેનાત કરી દેવાયો છે.

આપત્તિજનક શબ્દો લખવાના કારણે થઈ બબાલ

પોલીસે કહ્યું કે, બેડડાંગા શહેરમાં સમુદાય ક્લબો દ્વારા કાર્તિક પૂજાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે સમુદાયો વચ્ચે બોલાચાલી થયા બાદ અથડાણ શરૂ થઈ ગઈ હતી. સમુદાયે આક્ષેપ કર્યો છે કે, પૂજા દરમિયાન સળગાવાતા ડિસ્પ્લે બોર્ડ પર આપત્તિજનક શબ્દો લખવામાં આવ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં બબાલ શરૂ થઈ ગઈ હતી.

રેપિડ એક્શન ફોર્સનો જવાન ઘાયલ

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, એક મહિલા સહિત બેલડાંગાના ચાર રહેવાસીઓને બરહામપુર મેડિકલ કૉલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હિંસાને રોકવાનો પ્રયાસ કરનાર રેપિડ એક્શન ફોર્સનો એક જવાન પણ ઘાયલ થયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે બેલડાંગાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમને મંજૂરી આપવામાં આવ ન હતી. હાલ આ વિસ્તારોમાં સ્થિતિ કાબુમાં હોવાથી કોઈપણ પ્રકારના કર્ફ્યૂ લાદવામાં આવ્યો નથી.

 

 

Related News

Icon