
સંસદમાં ગુરુવારે (19મી ડિસેમ્બર) થયેલી ધક્કામુક્કી બાદ આજે શિયાળુ સત્રના છેલ્લા દિવસે ફરી એકવાર I.N.D.I.A. ગઠબંધન અને એનડીએ વચ્ચે ભારે માથાકૂટ જોવા મળી રહી છે. એક તરફ વિજય ચોકથી સંસદ સુધી વિપક્ષના સાંસદોએ રેલીનું આયોજન કરી દેખાવો કર્યા છે તો બીજી બાજુ એનડીએના સાંસદોનું એક મોટું જૂથ સંસદના પરિસરમાં જ કોંગ્રેસ વિરુદ્ધ દેખાવ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ બેગ પોલિટિક્સ... ભાજપ સાંસદે હવે પ્રિયંકા ગાંધીને 1984 લખેલી બેગ આપી
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી આક્રમક મૂડમાં
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડરા અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડૉ. બી.આર.આંબેડકર વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી સામે I.N.D.I.A. ગઠબંધનના સાથી પક્ષો અને સાંસદો દ્વારા આયોજિત દેખાવોમાં સામેલ થયા હતા. તેમણે ગઠબંધન વતી અમિત શાહના રાજીનામા અને માફીની માગ કરી હતી.
https://twitter.com/ians_india/status/1869968061471830455
જયરામ રમેશે રાહુલ વિરુદ્ધ ષડયંત્ર વિશે જણાવ્યું
ભાજપ સાંસદોને ધક્કો મારવાના મામલામાં પાર્ટી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પર કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે, 'ગૃહમંત્રી જે કહેશે તે દિલ્હી પોલીસ કરશે. ગૃહમંત્રીએ બી.આર. આંબેડકરનું અપમાન કર્યું અને અમે બધાએ તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી.'
કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, 'એનડીએ આ મુદ્દાને વાળવા માટે સુનિયોજિત ષડયંત્ર દ્વારા આ બધું ઘડ્યું હતું. તેમણે (ગૃહમંત્રી) માફી માંગવી જોઈએ. આ એફઆઈઆર રાહુલ ગાંધી વિરુદ્ધ નથી પરંતુ ડો. બી.આર. આંબેડકર વિરુદ્ધ છે.' કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિરોધ પક્ષો દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પહોંચ્યા અને તેમના રાજીનામાની માંગ કરી.