Home /
India
: Countrywide census will start from March 1, 2027, castes will also be counted
1 માર્ચ 2027થી રાષ્ટ્રવ્યાપી વસ્તી ગણતરી શરૂ થશે, જાતિઓની પણ થશે ગણતરી

Last Update :
04 Jun 2025
ભારતમાં 2027 ની વસ્તી ગણતરીનો સમયપત્રક નક્કી છે, તે 1 માર્ચ, 2027 થી શરૂ થશે. આ વખતે જાતિઓની ગણતરી પણ શક્ય છે, જેના કારણે રાજકીય અને સામાજિક ચર્ચા ચાલી રહી છે.
1 માર્ચ, 2027 થી રાષ્ટ્રવ્યાપી વસ્તી ગણતરી અને જાતિ સર્વેક્ષણ શરૂ કરશે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ઓક્ટોબર 2026 થી શરૂ થશે.
ભારતમાં 2027 ની વસ્તી ગણતરીનો સમયપત્રક નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક કાર્યક્રમ મુજબ, આ ઐતિહાસિક વસ્તી ગણતરી 1 માર્ચ, 2027 ના રોજ બપોરે 12 વાગ્યે શરૂ થશે અને બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વખતે વસ્તી ગણતરીની સાથે જાતિઓની ગણતરી થવાની શક્યતા છે, જેના વિશે લાંબા સમયથી રાજકીય અને સામાજિક ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે એક મોટી બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હશે. આ પ્રક્રિયા ૩ વર્ષમાં પૂર્ણ થશે. અગાઉ આ પ્રક્રિયા 5 વર્ષમાં પૂર્ણ થઈ હતી. પરિવારોની આર્થિક સ્થિતિ વિશે માહિતી લેવામાં આવશે જેમ કે તેમની પાસે કાયમી ઘર છે કે કાચું ઘર.
GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
બે ભાગમાં કરવામાં આવશે ગણતરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે આ વખતે વસ્તી ગણતરીને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કામાં લોકોની સીધી ગણતરી કરવામાં આવશે. આમાં ઉંમર, લિંગ, શિક્ષણ, રોજગાર, રહેઠાણ વગેરેનો ડેટા એકત્રિત કરવામાં આવશે. બીજા તબક્કામાં, જાતિઓની ગણતરી કરવામાં આવશે.
દાયકાઓ પછી પહેલી વાર કેન્દ્રીય સ્તરે આવું થઈ શકે છે. જોકે કેન્દ્ર સરકારે હજુ સુધી જાતિ વસ્તી ગણતરી અંગે જાહેરમાં કોઈ અંતિમ જાહેરાત કરી નથી, પરંતુ આ માટે વહીવટી વર્તુળોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો આવું થાય છે તો 1931 પછી આ પહેલી વાર હશે જ્યારે રાષ્ટ્રવ્યાપી સ્તરે જાતિઓની વિગતવાર વસ્તી ગણતરી થશે.
છેલ્લે 2011માં કરાઈ હતી વસ્તી ગણતરી
દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરાઈ હતી. ત્યારબાદ 2011માં વસ્તી ગણતરી કરવાની ચર્ચા હતી, પરંતુ કોરોના સમયગાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે સરકારે 15 વર્ષ પછી 2026માં વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે.
આઝાદી બાદ ભારતમાં 15 વખત વસ્તી ગણતરી કરાઈ
દેશમાં ઘણા સમયથી જાતી વસ્તી ગણતરી કરવાની માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે તેના પર ફાઈનલ મહોર વાગ્યા બાદ હવે તેની તારીખ પણ સામે આવી ગઈ છે. દેશને આઝાદી મળ્યા બાદ 1951થી 2011 સુધી સાત વખત અને ભારતમાં કુલ 15 વખત વસ્તી ગણતરી કરવામાં આવી છે. વસ્તી ગણતરી દરમિયાન લઘુમતીઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગણતરી કરવામાં આવે છે, જ્યારે અન્ય જાતિની ગણતરી કરવામાં આવી નથી.