Home / India : Court issues bailable warrant against Baba Ramdev and Acharya Balkrishna

ભ્રામક જાહેરાતના કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ વોરંટ જારી, 1 ફેબ્રુઆરીએ થશે સુનાવણી

ભ્રામક જાહેરાતના કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ વોરંટ જારી, 1 ફેબ્રુઆરીએ થશે સુનાવણી

કેરળની એક કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. મળતી માહિતી પ્રમાણે ન્યાયિક પ્રથમ વર્ગ મેજિસ્ટ્રેટએ બાબા રામદેવ, બાલકૃષ્ણ અને દિવ્યા ફાર્મસી વિરુદ્ધ વોરંટ જારી કર્યું. પલક્કડના  ડ્રગ ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે ડ્રગ્સ અને ચમત્કારિક ઉપચાર એટલે કે વાંધાજનક જાહેરાતો અધિનિયમ, 1954ની કલમ 3(D) અને કલમ 7(A) હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો: VIDEO: કોની NGO અને કોણ માસ્ટરમાઇન્ડ? શાળાઓને બોમ્બ ધમકીઓ બદલ ભાજપે AAP અને કોંગ્રેસ પર કર્યા પ્રહારો

હવે 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી કરવામાં આવશે

16 જાન્યુઆરીના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટે આપેલા આદેશમાં કહ્યું હતું કે, 'ફરિયાદી ગેરહાજર છે. અને તમામ આરોપીઓ ગેરહાજર છે. બધા આરોપીઓ માટે જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે.' પલક્કડ જિલ્લા કોર્ટની વેબસાઈટ પરના કેસ સ્ટેટસ પ્રમાણે  હવે આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી કરવામાં આવશે. 

આ પહેલા પણ અન્ય દાવા કરવામાં આવ્યા હતા

બાબા રામદેવ સામે તેમના વિવિધ ઉત્પાદનોને લઈને કરાતી જાહેરાતો મુદ્દે પહેલી વાર કાર્યવાહી નથી થઈ. આ પહેલા પણ કોરોના મટાડવાનો દાવો કર્યા પછી ડોક્ટરોના સંગઠને તેમનો વિરોધ કર્યો હતો. આ સિવાય એઈડ્સ અને સમલૈંગિકતા મટાડવાના દાવાના કારણે પણ તેમની સામે કાર્યવાહી થઈ ચૂકી છે. 

સુપ્રીમ કોર્ટે પણ પતંજલિને ઠપકો આપ્યો હતો

હકીકતમાં IMA એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહ્યું હતું કે, તેઓ કોવિડ વેક્સિન અને એલોપેથી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા હતો અને આયુર્વેદિક દવાઓ વિશે ખોટા દાવા કરી રહ્યો હતા. પતંજલિ પર કાયદા તોડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત પતંજલિની જાહેરાતોનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ઠપકો આપ્યો હતો.

Related News

Icon