
મુંબઇના એક ડૉક્ટરને કેટલાક દિવસ પહેલા આઇસક્રીમ કોનમાં માણસની આંગળીનો ટુકડો મળ્યા બાદ ફોર્ચૂન ડેરીના કામકાજને બંધ કરવામાં આવ્યું છે. મુંબઇના 26 વર્ષના એક ડૉક્ટર બ્રેન્ડન ફેરાઓએ ઓનલાઇન આઇસક્રીમ ઓર્ડર કર્યા બાદ તેમાં માંસનો એક ટુકડો મળ્યો હતો જેના પર માણસની આંગળી હોવાની શંકા હતી.
આ આઇસક્રીમ ઓરિજિનલ વોકો ક્યૂએસઆર કંપની પ્રાઇવેટ લિમિટેડની યમ્મોસ બટરસ્કોચ હતી જેને ડૉક્ટરે ડિલીવરી એપ જેપ્ટોથી ઓર્ડર કરી હતી. બાદમાં ડૉક્ટરની ફરિયાદ બાદ ભારતીય ખાદ્ય સુરુક્ષા અને માનવ પ્રાધિકરણ (FSSAI)એ પૂણેના ઇન્દાપુર તાલુકામાં આઇસક્રીમ બનાવતી ફોર્ચૂન ડેરી ઇન્ડસ્ટ્રીઝના પરિસરનું નીરિક્ષણ કર્યા બાદ તેનું સંચાલન બંધ કરી દીધુ છે.
પૂણેથી 130 કિલોમીટર દૂર છે પ્રોડક્શન યૂનિટ
મહત્ત્વપૂર્ણ છે કે આઇસક્રીમનું પ્રોડક્શન યૂનિટ પૂણે જિલ્લાના ઇન્દાપુર તાલુકાના લોની દેવકર ક્ષેત્રમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC)ના ઔદ્યોગિક કલસ્ટરમાં પૂણે શહેરથી લગભગ 130 કિલોમીટર દૂર સ્થિત છે. મુંબઇ પોલીસે કહ્યું હતું કે તે ડિલીવરી એક્ઝિક્યુટિવથી ફોર્ચ્યૂન ડેરી ઇન્ડસ્ટ્રીઝ સુધી સપ્લાય ચેનની તપાસ કરી રહ્યાં હતા. મહત્ત્વપૂર્ણ છે કે શનિવારે વાલ્કો ક્યૂએસઆર કંપની પ્રાઇવેટ લિમિટેડ તરફથી કહેવામાં આવ્યું કે, "અમે આ વાતની પૃષ્ટી અને જાહેરાત કરીએ છીએ કે અલ્ફાન્સો મેગો કોન (110 મિલી) બેચ નંબર 107E24 અને બટરસ્કોચ કોચ (110 મિલી) માટે બેચ નંબર 11E24 બનાવતી ફોર્ચ્યૂન ડેરી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્લોટ નંબર સી-55, એમઆઇડીસી ઇન્દાપુર, મહારાષ્ટ્ર, પૂણે-413106માં સ્થિત પોતાના પ્લાન્ટમાં કરવામાં આવે છે."