Home / India : Dalit minor kidnapped and gang-raped for two months

દલિત સગીરાનું અપહરણ કરી બે મહિના સામુહિક દુષ્કર્મ, એસિડથી ॐનું ટેટૂ હટાવ્યું; હેવાનિયતની હદ પાર

દલિત સગીરાનું અપહરણ કરી બે મહિના સામુહિક દુષ્કર્મ, એસિડથી ॐનું ટેટૂ હટાવ્યું; હેવાનિયતની હદ પાર

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક દલિત સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 4 યુવકોએ 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને 2 મહિના સાથે તેની ઉપર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે છોકરીના હાથ પર દોરવામાં આવેલાં ॐ ચિહ્નને દૂર કરવા માટે તેની ઉપર એસિડ નાંખી દીધું હતું. પીડિતા જ્યારે કંઈ ખાવા માંગતી તો આરોપીઓ તેને જબરદસ્તી બીફ ખવડાવતા હતાં.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક આરોપીની ધરપકડ, ત્રણ ફરાર

મળતી માહિતી મુજબ, આશરે 2 મહિના સુધી સગીરા સાથે આ પ્રકારે ક્રૂરતા કરવામાં આવી હતી. ભગતપુર પોલીસ સ્ટેશનમાં પીડિતાની કાકીએ આ મામલે ફરિયાદ દાખલ કરી છે. બાદમાં પોલીસે ચાર આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 70(1), 123, 127(4), 299, 351(3), 124(1), તેમજ પોક્સોની ધારા 5, 6 અને એસસી/એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી સલમાનને પકડી લીધો છ. હાલ, પોલીસ આ મામલે અન્ય આરોપીની પણ તપાસ કરી રહી છે.

2 મહિના બાદ ઘરે પરત ફરી સગીરા

પીડિતાની કાકીએ જણાવ્યું કે, સગીરા ગુમ થઈ ત્યારથી તેની શોધખોળ શરૂ હતી પરંતુ, કંઈ ભાળ ન મળી. અમે 3 જાન્યુઆરીએ લાપતાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ, પોલીસ પણ તેને શોધી ન શકી. ત્યારબાદ બીજી માર્ચે તે ઘરે પરત ફરી, ત્યારે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. 

એસિડ નાંખી ભૂંસી નાંખ્યો હાથ પરનો ॐ

પોલીસ સ્ટેશનની ફરિયાદ અનુસાર, ઘરે પહોંચીને સગીરાએ જણાવ્યું કે, આરોપીઓએ તેની સાથે બે મહિના સાથે ક્રૂરતા કરી હતી. જ્યારે પણ ભાનમાં આવતી અને ખાવાનું માંગતી, ત્યારે આરોપીઓ ખાવામાં બીફ આપતાં. ખાવાનો ઈનકાર કરતાં તેને જબરદસ્તી મીટ ખવડાવવામાં આવતું. સગીરાના હાથમાં ॐ નું ટેટૂ દોરેલું હતું, જેને એસિડ નાંખીને આરોપીઓએ ભૂંસી નાંખ્યું હતું. આરોપીઓ વારંવાર તેના મોઢા પર પણ એસિડ નાંખવાની ધમકી આપતા હતાં. સતત બે મહિના સુધી પીડિતા સાથે સામુહિક દુષ્કર્મ બાદ તેને ભોજપુર છોડી દેવાઈ હતી. આ સાથે જ ઘરે બધું કહ્યું તો તને અને તારી કાકી બંનેને ઉપાડી લઈશું, તેવી ધમકી પણ આપી હતી. 
 
સમગ્ર મુદ્દે એસપી દેહાંત કુંવર આકાશ સિંહે જણાવ્યું કે, 3 માર્ચે અમને ફરિયાદ મળી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે, સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યો છે. જ્યારે તે બજાર ગઈ હતી, ત્યારે ચારસ લોકોએ તેનું અપહરણ કરી, 2 મહિના સુધી સતત તેના પર દુષ્કર્મ કર્યો. ભગતપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ, ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે અને અન્યની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related News

Icon