
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગરમાં જવાનો વચ્ચે પહોંચ્યા હતા. Operation Sindoor બાદ રાજનાથ સિંહે જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, પહેલગામ હુમલા બાદ આપણા જમ્મુ કાશ્મીરની જનતાએ એકજુટતા સાથે અને પાકિસ્તાનની સાથે આતંકવાદ પ્રત્યે જે રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. જમ્મુ કાશ્મીરની જનતાનો આભાર માનું છું. તમારી તે ઉર્જાને અનુભવવા આવ્યો છું જેને દુશ્મનોને નેસ્તનાબુદ કરી દીધા છે. તમે જે રીતે સરહદ પાર પાકિસ્તાનની ચોકી અને બંકરોને ધ્વસ્ત કર્યા હું સમજું છું દુશ્મન તેને ક્યારેય ભૂલી નહીં શકે.
https://twitter.com/ANI/status/1922906848144883732
Operation Sindoor અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી- રાજનાથ સિંહ
શ્રીનગરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે બતાવી દીધુ કે અમે માત્ર ડિફેન્સ નથી કરતા પણ કડક કાર્યવાહી પણ કરીએ છીએ. ઓપરેશન સિંદૂર આતંકવાદ વિરૂદ્ધ અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી છે. આજે ભારતે પુરી દુનિયાને સ્પષ્ટ કરી દીધુ કે આતંકવાદ વિરૂદ્ધ કોઇ પણ હદ સુધી જઇ શકે છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, તેમને ભારતના માથા પર વાર કર્યો અને અમે તેમની છાતી પર ઘા કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને ભારતનો વિશ્વાસઘાત કર્યો છે. પાકિસ્તાને તેની ભારે કિંમત ચુકવવી પડી છે.
આતંકના આકાઓ ભારતીય સુરક્ષા એજન્સીઓના નિશાના પર- રાજનાથ સિંહ
Operation Sindoorની સફળતાએ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી સંગઠનો અને તેમના આકાઓને જણાવી દીધુ છે કે તે ક્યાય પણ પોતાનો સુરક્ષિત ના સમજે. તે ભારતીય સુરક્ષા એજન્સીઓના નિશાના પર છે. દુનિયા જાણે છે કે અમારી સેનાનું નિશાન અચૂક છે અને જ્યારે તે નિશાન લગાવે છે ત્યારે ગણતરીનું કામ દુશ્મનો પર છોડી દે છે.
https://twitter.com/ANI/status/1922908984345829725
પાકિસ્તાનના પરમાણુ હથિયારોને IAEAની નજર હેઠળ લાવવા જોઇએ- રાજનાથ સિંહ
આતંકવાદ વિરૂદ્ધ ભારતની પ્રતિજ્ઞા કેટલી કઠોર છે તે અમે ન્યૂક્લિયર બ્લેકમેલની પરવાહ પણ કરી નથી. પાકિસ્તાન દ્વારા ભારત દ્વારા અનેક વખત એટમીક ધમકીઓ આપવામાં આવી છે. શ્રીનગરની ધરતી પરથી સવાલ ઉઠાવવા માંગુ છુ કે આવા ગેરજવાબદાર અને રોગનેશનના હાથમાં પરમાણુ હથિયાર સુરક્ષિત છે. હું માનું છું કે પાકિસ્તાનના એટમી હથિયારોને IAEAની નજર હેઠળ લાવવા જોઇએ.
આતંકવાદ અને વાત સાથે નહીં ચાલે- રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યુ કે, આતંકવાદ અને વાત સાથે નહીં ચાલે, હવે વાત માત્ર PoK પર જ થશે.કોઇ પણ આતંકી હુમલો હવે યુદ્ધ માનવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કે, તેમને ધર્મ પૂછીને માર્યા અમે કર્મ જોઇને માર્યા.