
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આઠ વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણમાં નવી દિલ્હી બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ક્યારેક આ બેઠક પર અરવિંદ કેજરીવાલ આગળ તો ક્યારેક પાછળ થઇ રહ્યાં છે. શરૂઆતના વલણ અને ચૂંટણી પંચના આંકડામાં ભાજપને બહુમત મળતો જોવા મળી રહ્યો છે. હવે જોવું રસપ્રદ રહેશે કે કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સતત સત્તામાં વાપસી કરશે કે પછી ભાજપ 27 વર્ષ પછી દિલ્હીમાં સરકાર બનાવશે. છેલ્લી બે ચૂંટણીમાં એક પણ બેઠક જીતી ના શકનાર કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલી શકે તેમ નથી.
ભાજપની જીત નિશ્ચિત થતાં પોસ્ટર જારી
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણોમાં ભાજપનો દિલ્હીમાં 27 વર્ષ જૂનો વનવાસ પૂરો થયો છે. ભાજપે પોતાની બહુમતી સાથે જીત નિશ્ચિત થતાં જ સોશિયલ મીડિયા પર જીતનું પોસ્ટર રજૂ કર્યું છે. જેમાં ઈન્ડિયા ગેટ પર કમળ ખીલતું જોવા મળ્યું છે.
https://twitter.com/BJP4Delhi/status/1888104164699336893