Home / India : delhi assembly election results Announced today

આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ, AAP ચોથી વખત સત્તામાં આવશે કે પછી ભાજપ 26 વર્ષ પછી જીતશે?

આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ, AAP ચોથી વખત સત્તામાં આવશે કે પછી ભાજપ 26 વર્ષ પછી જીતશે?

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. AAP ચોથી વખત સત્તામાં આવશે કે 26 વર્ષ પછી ભાજપ ફરી સત્તા સંભાળે તે અંગેનો નિર્ણય આજે થઇ જશે.દિલ્હીના 11 જિલ્લાઓમાં રચાયેલા 19 મત ગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઇ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોંગ્રેસ ખાતું ખોલાવી શકે છે

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં છેલ્લી બે વખતની ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનારી કોંગ્રેસને આ વખતે કેટલીક બેઠકો મળવાની આશા છે.

દિલ્હીના 11 જિલ્લાઓમાં રચાયેલા 19 મત ગણતરી કેન્દરો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે અનેક એક્ઝિટ પોલમાં ભાજપને સત્તા મળવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. AAP 2015થી દિલ્હીમાં સત્તા પર છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 5 ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીમાં 60.54 ટકા મતદાન થયું હતું. 

દિલ્હી ભાજપનો દાવો

દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન્દ્ર સચદેવે દાવો કર્યો છે કે તેમના પક્ષને 50 બેઠકો મળશે. બીજી તરફ AAPએ એક્ઝિટ પોલના અંદાજોને ફગાવ્યા છે અને દાવો કર્યો છે કે દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે. 

 

Related News

Icon