Home / India : Delhi BJP Rajya Sabha MP changes road name

'આ તુઘલક લેન નહીં પરંતુ સ્વામી વિવેકાનંદ માર્ગ', ભાજપ રાજ્યસભા સાંસદે બદલ્યું રસ્તાનું નામ

'આ તુઘલક લેન નહીં પરંતુ સ્વામી વિવેકાનંદ માર્ગ', ભાજપ રાજ્યસભા સાંસદે બદલ્યું રસ્તાનું નામ

ઔરંગઝેબ પરનો રાજકીય ધમાસાણ હજુ શમ્યો ન હતો ત્યારે રસ્તાઓના નામ બદલવાનું રાજકારણ ફરી ગરમાયું હતું. ભાજપના રાજ્યસભા સાંસદ અને યુપીના પૂર્વ ઉપમુખ્યમંત્રી ડૉ. દિનેશ શર્મા અને સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જરે તુઘલક લેન પર સ્થિત તેમના નિવાસસ્થાનની નેમપ્લેટમાં સ્વામી વિવેકાનંદ માર્ગ લખી નાખ્યું છે. જો કે હજુ સુધી આ રોડનું નામ સત્તાવાર રીતે બદલવામાં આવ્યું નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડૉ. દિનેશ શર્માનો ફોટો શેર કર્યા બાદ હંગામો

સાંસદ દિનેશ શર્મા, તેમના નવા નિવાસસ્થાનમાં તેમના ઘરમાં પ્રવેશનો ફોટો શેર કર્યા હતા. જેમાં તેમના નિવાસસ્થાનની બહારની નેમ પ્લેટ પર મોટા અક્ષરોમાં સ્વામી વિવેકાનંદ માર્ગ લખેલું જોવા મળે છે. તેમજ નીચે તુઘલક લેન ખૂબ જ નાના અક્ષરોમાં લખાયેલું છે. તેમની આ પોસ્ટ બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.

દિલ્હીમાં હવે તુઘલક લેનનું નામ પણ બદલવાની સંભાવના 

અનેક ઐતિહાસિક સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. જો દિલ્હીની વાત કરીએ તો અહીં પણ ઘણી મોટી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક બ્રિટિશ શાસન સાથે સંબંધિત છે જ્યારે કેટલાક મુઘલ સમયગાળા સાથે સંબંધિત છે. એવામાં હવે તુઘલક લેનનું નામ પણ બદલી શકાય છે, કારણ કે ભાજપના કેટલાક સાંસદોએ પોતાના સરનામાં પર તુઘલક લેનને બદલે વિવેકાનંદ માર્ગ લખ્યો છે.

દિલ્હીમાં ક્યાં નામો બદલાયા?

સૌપ્રથમ તો સરકારે 7 રેસ કોર્સનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરી દઈશું હતું, દલીલ એવી હતી કે ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવી જરૂરી છે. આ પછી કેન્દ્રએ વધુ એક મોટો નિર્ણય લીધો અને રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દીધું હતું. 

વર્ષ 2023માં રાષ્ટ્રપતિ ભવનમાં હાજર મુઘલ ગાર્ડનનું નામ પણ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા ડેલહાઉસી રોડનું નામ બદલીને દારા શિકોહ માર્ગ કરવામાં આવ્યું હતું. તેમજ સરકારે થોડા સમય પહેલા પ્રખ્યાત ઔરંગઝેબ રોડનું પણ નામ બદલીને અબ્દુલ કલામ રોડ કર્યું હતું. આ પછી પણ દિલ્હીમાં નામ બદલવાની પ્રક્રિયા અટકી નથી.

રસ્તાઓના નામ કેવી રીતે બદલાય છે?

દિલ્હીમાં રસ્તા અથવા સ્થળનું નામ બદલવા માટે, નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(NDMC)ને પ્રસ્તાવ મોકલવામાં આવે છે. આ પ્રસ્તાવ વિદેશ મંત્રાલય, NGO અથવા સ્થાનિક લોકો આપી શકે છે. પ્રસ્તાવ મળ્યા બાદ તેને NDMCના જનરલ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવે છે. ત્યારબાદ NDMCની 13 સભ્યોની સમિતિ આ પ્રસ્તાવ પર વિચાર કરશે. આ સમિતિ માત્ર નામ બદલવાનું કે નામ રાખવાનું કામ જુએ છે.

અંતે, જ્યારે કોઈ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવે છે, ત્યારે તેની માહિતી NDMCના પોસ્ટ માસ્ટર જનરલને આપવામાં આવે છે. કોઈપણ રસ્તા કે સ્થળનું નામ બદલવા અંગે ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન છે. જેનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે. રોડ કે સ્થળનું નામકરણ કરતી વખતે સ્થાનિક લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખવી પડશે. આ ઉપરાંત કોઈપણ રસ્તા કે સ્થળનું નામ બદલવામાં આવે ત્યારે કોઈ ભ્રમ ન રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

 

Related News

Icon