
લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ બાદ હવે તેજ પ્રતાપ યાદવની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. દિલ્હીના રાઉજ એવેન્યૂ કોર્ટે આ મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જાહેર કર્યું છે. કોર્ટે અખિલેશ્વર સિંહ સાથે સાથે તેમના પત્ની કિરણ દેવીને પણ સમન્સ મોકલ્યું છે.
કોર્ટે એમ પણ કહ્યું કે તેજપ્રતાપ યાદવના સામેલ થવાનો ઇનકાર ના કરી શકાય, કારણ કે તે એકે ઇન્ફોસિસ લિમિટેડના ડિરેક્ટર પણ હતા. તેજપ્રતાપને કોર્ટમાં હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે EDએ 6 ઓગસ્ટે 11 આરોપીઓ વિરૂદ્ધ પુરક આરોપ પત્ર દાખલ કર્યો હતો.
શું છે લેન્ડ ફોર જોબ સ્કેમ?
કથિત કૌભાંડ તે સમયનો છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ યુપીએ-1 સરકારમાં રેલ મંત્રી હતા. આરોપ છે કે 2004થી 2009 સુધી ભારતીય રેલ્વાના અલગ અલગ ઝોનમાં ગ્રુપ ડીના પદો પર કેટલાક લોકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને બદલામાં આ લોકોએ પોતાની જમીનો તત્કાલીન રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્ય અને તેમના સબંધિત કંપની એકે ઇન્ફોસિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડને હસ્તાંતરિત કરી હતી.