Home / India : Delhi is a city of change even those who are in power today will return to Gujarat Sanjay Raut

'દિલ્હી પરિવર્તનનું શહેર, આજે જે લોકો સત્તામાં છે તે પણ ગુજરાત પાછા ફરશે', સંજય રાઉતનો કટાક્ષ

'દિલ્હી પરિવર્તનનું શહેર, આજે જે લોકો સત્તામાં છે તે પણ ગુજરાત પાછા ફરશે', સંજય રાઉતનો કટાક્ષ

ઉદ્ધવ ઠાકરે સેનાના નેતા સંજય રાઉતે PM નરેન્દ્ર મોદી પર નામ લીધા વગર કટાક્ષ કર્યો છે. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે દિલ્હીમાં તો બહારથી લોકો આવે છે અને રાજ કરે છે. તે બાદ રાજ કરીને જતા રહે છે. સંજય રાઉતે કહ્યું કે જો કોઇ વ્યક્તિ સ્થાઇ રીતે વસવાના ઇરાદે દિલ્હી આવે છે તો તે આમ કરી શકતો નથી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું, 'આ પરિવર્તનનું શહેર છે. બહારના લોકો અહીં આવે છે, શાસન કરે છે અને પરત જતા રહે છે. જે લોકો આજે દિલ્હીમાં શાસન કરી રહ્યાં છે, તેમણે પણ પરત ફરવું પડશે. કેટલાક લોકો રાજસ્થાન જતા રહેશે અને કેટલાક મહારાષ્ટ્ર પરત ફર્યા અને કેટલાક ગુજરાત પરત ફરી જશે.'

સંજય રાઉતે શરદ પવારની કરી પ્રશંસા

આ દરમિયાન શરદ પવારની પ્રશંસા કરતા સંજય રાઉતે કહ્યું, તે એક એવા નેતા છે જેમને મહારાષ્ટ્રના લોકો દિલ્હીમાં જોવા માંગે છે. નીલેશ કુમાર કુલકર્ણી દ્વારા લેખિત પુસ્તક 'સંસદ તે સેન્ટ્રા વિસ્ટ્રા' (સંસદથી સેન્ટ્રલ વિસ્ટા સુધી)ના વિમોચન દરમિયાન સંજય રાઉતે કહ્યું, 'શરદ પવાર અમારા વિરોધી નથી, તે ક્યારેય અમારા દુશ્મન નથી રહ્યાં. તે અમારા માર્ગદર્શક અને અમારા નેતા છે. તે અમારા મહાદજી શિંદે છે.' સંજય રાઉતે કહ્યું કે મરાઠા સામ્રાજ્યના સેનાપતિ દિલ્હીમાં 'કિંગમેકર' હતા અને તેમને બે વખત વિજય મેળવ્યા બાદ અહીં શાસકોની નિયુક્તિ કરી. રાઉતે કહ્યું કે જો કોઇ વ્યક્તિ સ્થાઇ રીતે વસવાના ઇરાદે દિલ્હી આવે છે તો તે આમ કરી શકતો નથી. સંજય રાઉતે કહ્યું કે વિશ્વાસઘાત અને ષડયંત્ર દિલ્હીના જીવનનો અભિન્ન અંગ છે.

 

 

 

Related News

Icon