
દિલ્હીને ફરી એક વખત મહિલા મુખ્યમંત્રી મળી શકે છે. 7 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઇનલ થશે. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ સામે આવ્યું છે. RSSએ આ નામ પર મોહર મારી દીધી છે. બીજી તરફ ભાજપ પણ આ નામ સાથે સંમત છે.દિલ્હીના મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવા ભાજપ કેન્દ્રીય કમિટિએ રવિશંકર પ્રસાદ, ઓપી ધનખડને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે.
RSSએ દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીનો પ્રસ્તાવ મુક્યો
RSSએ દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. સંઘે રેખા ગુપ્તાનું નામ આગળ વધાર્યુ છે જેને ભાજપે માની લીધો છે. રેખા ગુપ્તાનું દિલ્હીના મુખ્યમંત્રી બનવાનું નક્કી છે.
કોણ છે રેખા ગુપ્તા?
50 વર્ષીય રેખા ગુપ્તા શાલીમાર બાગથી ચૂંટણી જીત્યા છે.દિલ્હી ભાજપના મહાસચિવ અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.રેખા ગુપ્તાનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં જે પણ દિલ્હીનો મુખ્યમંત્રી બનશે, અમે બધા એક ટીમની જેમ સાથે કામ કરીશું. મુખ્યમંત્રી કોઇ પણ બને દિલ્હી આગળ વધવુ જોઇએ.
આજે સાંજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક
વિધાનસભા ચૂંટણીના પરિણામના 11 દિવસ બાદ આજે સાંજે 7 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ શકે છે. દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં બપોરે 12.35 વાગ્યે થશે. દિલ્હીના મુખ્ય સચિવ તરફથી મોકલવામાં આવેલા આમંત્રણ પત્રિકામાં મુખ્યમંત્રીની સાથે મંત્રીઓના શપથનો પણ ઉલ્લેખ છે.
સૂત્રો અનુસાર, ભાજપ દલિત, પૂર્વાચલ અને જાટનું કોમ્બિનેશન બનાવી શકે છે. દિલ્હીમાં બે ડેપ્યુટી સીએમ બની શકે છે. દિલ્હીના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારંભ કાર્યક્રમમાં 30 હજાર મહેમાનોના સામેલ થવાની આશા છે. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે દિલ્હીનો મુખ્યમંત્રી ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ હશે. બેઠકમાં કેબિનેટ મંત્રીઓના નામની જાહેરાત થઇ શકે છે.