Home / India : Devotees offered crores of rupees worth of gold and silver in kilos Savalia Seth temple

સાંવલિયા શેઠ બન્યા કરોડપતિ : મંદિરમાં ભક્તોએ ચઢાવી કરોડો રૂપિયાની કેસ સાથે કિલોના હિસાબે સોનુ અને ચાંદી 

સાંવલિયા શેઠ બન્યા કરોડપતિ : મંદિરમાં ભક્તોએ ચઢાવી કરોડો રૂપિયાની કેસ સાથે કિલોના હિસાબે સોનુ અને ચાંદી 

ચિત્તોડગઢનું સાંવલિયા શેઠ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે. ભક્તો તેમની ભક્તિ પ્રમાણે અહીં પ્રસાદ તરીકે ચઢાવે છે, જે મહિનાના અંતમાં એટલી બધી થાય છે કે તેને ગણતરીમાં ઘણા દિવસો લાગે છે. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં જે ખજાનો મળી આવ્યો હતો તેમાં આશ્ચર્યજનક રીતે રોકડ રકમ મળી આવી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા

ભગવાનના ચઢાવામાં રોકડ સાથે સોના-ચાંદીના દાગીના, સોનાના બિસ્કિટ અને અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. રોકડની વાત કરીએ તો જ્યારે મે-જૂન મહિનામાં મંદિરની તિજોરી ખોલવામાં આવી ત્યારે તેમાં 17 કરોડ રૂપિયા અને લગભગ 2 કિલો સોનું અને ચાંદી મળી આવ્યું હતું. આ ઉપરાંત 15 સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા હતા. આ રકમની ગણતરી લગભગ ચાર રાઉન્ડમાં પૂર્ણ થઈ હતી. 

જણાવવામાં આવી રહ્યું છે કે કૃષ્ણ ધામ સાંવલિયા શેઠ મંદિરનો ભંડારો 5 જૂને ખોલવામાં આવ્યો હતો. દરેક રાઉન્ડમાં રકમ વધતી જઈ રહી હતી. ચારેય તબક્કામાં અંદાજે રૂ. 13.48 કરોડની ગણતરી કરવામાં આવી હતી. આ સિવાય ઓનલાઈન અને મીટિંગ રૂમમાંથી 3.65 કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે કુલચઢાવો લગભગ 17.13 કરોડ રૂપિયા હતો. 

સાંવલિયા શેઠની તિજોરીમાંથી 68 કિલો ચાંદી નીકળી

રોકડ સાથે 1.84 કિલો સોનું મળી આવ્યું હતું. જેમાં જ્વેલરી, બિસ્કિટ વગેરેનો સમાવેશ થાય છે. એક ભક્તે તેમની ભક્તિ સાથે 100 ગ્રામના 15 બિસ્કિટ અર્પણ કર્યા છે. સાથે ચાંદીના ઘરેણાં પણ રેકોર્ડ સંખ્યામાં મળી આવ્યા છે. આ વખતે સાંવલિયા શેઠની તિજોરીમાંથી 68 કિલો ચાંદી નીકળી છે.

તસ્વીરોમાં જોઈ શકાય છે કે દાન પેટી ખોલ્યા બાદ અનેક લોકોને રકમની ગણતરી કરવામાં રોકાયા હતા. નોટોનું બંડલ બનાવીને એક જગ્યાએ રાખવામાં આવે છે. રોકડની ગણતરી કરતી વખતે, નોટો બધે વેરવિખેર જોવા મળે છે. 

Related News

Icon