
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ના નિયમોને મંજૂરી આપવામાં આવી છે. સીએમ ધામીએ કહ્યું કે, લોકોને જે વચન આપવામાં આવ્યું હતું તે પૂર્ણ થયું છે. અને સમીક્ષા પછી યુસીસી લાગુ કરવામાં આવશે. કેબિનેટે યુસીસી નિયમાવલીને મંજૂરી આપી દીધી છે અને હવે ટૂંક સમયમાં ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે.
ડ્રાફ્ટ કમિટીએ તેનો મુસદ્દો તૈયાર કર્યો
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ યુસીસી મુદ્દે કહ્યું, "અમે 2022માં ઉત્તરાખંડના લોકોને વચન આપ્યું હતું કે, અમારી સરકાર બનતાની સાથે જ અમે યુસીસી બિલ લાવીશું. અમે તે લાવ્યા. ડ્રાફ્ટ કમિટીએ તેનો મુસદ્દો તૈયાર કર્યો, તે પસાર થયો, રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી અને તે કાયદો બની ગયો. તાલીમ પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમે બધું વિશ્લેષણ કર્યા પછી ટૂંક સમયમાં તારીખો જાહેર કરીશું.
UCC પોર્ટલના સંચાલન માટે મોક ડ્રીલ પ્રેક્ટિસ હશે
માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં 26 જાન્યુઆરી સુધીમાં સમાન નાગરિક સંહિતા લાગુ થઈ શકે છે. UCCની સૂચના તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મંગળવારથી અધિકારીઓએ UCC પોર્ટલના સંચાલન માટે મોક ડ્રીલ પ્રેક્ટિસ હશે.
શું છે સમાન નાગરિક સંહિતા
UCC એટલે એક એવો કાયદો જે લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક, ભરણપોષણ વગેરે બાબતોમાં તમામ ધાર્મિક સમુદાયોને લાગુ પડશે. ભારતમાં તેના તમામ નાગરિકો માટે એક સમાન અથવા એક જ પ્રકારના સમાન "ક્રિમિનલ કોડ" છે પરંતુ ત્યાં એકસમાન નાગરિક કાયદો નથી.