Home / India : "Do you know the difference between a human being and an animal?", know why the Supreme Court got angry at the person

"તમે માનવ અને પશુ વચ્ચેનું અંતર જાણો છો? એક સગીર બાળકીની...", જાણો વ્યક્તિ પર કેમ ભડકી સુપ્રીમ કોર્ટ

"તમે માનવ અને પશુ વચ્ચેનું અંતર જાણો છો? એક સગીર બાળકીની...", જાણો વ્યક્તિ પર કેમ ભડકી સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને અલગ રહેતી પોતાની પત્ની અને સગીર દીકરીને ઘરેથી કાઢી મૂકવાને લઈને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, આ પ્રકારના વ્યવહારથી માનવ અને પશુની વચ્ચેના અંતરને જ ખતમ કરી દેવાયું છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટીન એન કોટિશ્વર સિંહની ખંડપીઠે સવાલ કર્યો કે, 'તમે કેવા પ્રકારના વ્યક્તિ છો? પોતાની સગીર દીકરીઓની પણ ચિંતા નથી? સગીર દીકરીઓએ આ દુનિયામાં આવીને શું ખોટું કર્યું છે?' ખંડપીઠે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, 'આનો રસ ફક્ત સંતાન પેદા કરવામાં જ હતો. અમે આવા ક્રૂર વ્યક્તિને કોર્ટમાં પ્રવેશની મંજૂરી જરાય ન આપી શકીએ. આખો દિવસ ઘરે ક્યારેક સરસ્વતી પૂજા અને ક્યારેક લક્ષ્મી પૂજા અને પછી આવું બધું.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સમગ્ર મામલે તથ્ય જાણીને ખંડપીઠે કહ્યું કે, અમે આ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશની મંજૂરી નહીં આપીએ, જ્યાં સુધી તે પોતાની દીકરી અને અલગ રહેતી પત્નીને ભરણપોષણ અથવા ખેતીની જમીન નથી આપતો. ખંડપીઠે વકીલને કહ્યું, 'આ વ્યક્તિને કહો કે, પોતાની દીકરીના નામે ખેતીની અમુક જમીન અથવા અમુક રકમ ફિક્સ્ડ ડિપોઝિટ કરે, નહીંતર ભરણપોષણની રકમ આપી દે. ત્યારબાદ કોર્ટ તેના પક્ષમાં કોઈ આદેશ વિશે વિચારી શકે છે.જો એક સગી બાળકીની દેખરેખ પણ ન થઈ શકતી હોય તો, એક પશુ અને એક મનુષ્યમાં શું અંતર છે? '

બીજી મહિલા સાથે લગ્ન કરવાનો આરોપ

નીચલી અદાલતે ઝારખંડના એક વ્યક્તિને પોતાની અલગ રહેતી પત્નીને દહેજ માટે હેરાન અને પ્રતાડિત કરવા માટે ગુનેગાર સાબિત કર્યો હતો. વ્યક્તિ પર દગાથી પોતાની પત્નીનું ગર્ભાશય કાઢી લેવું અને બીજી મહિલા સાથે લગ્ન કરવાનો પણ આરોપ છે. નીચલી અદાલતે 2015માં તેને ભારતીય દંડ સંહિતાની કલમ 498 (એ) (પરિણિત મહિલા સાથે ક્રૂરતા કરવી) હેઠળ ગુનેગાર સાબિત કરી તેને 5 હજાર રૂપિયા દંડ અને અઢી વર્ષના કડક કેદની સજા સંભળાવી હતી. આ કેસ 2009માં દાખલ કરવામાં આવ્યો હતો અને 11 મહિના કસ્ટડીમાં વિતાવ્યા હતાં. 24 ડિસેમ્બર 2024માં ઝારખંડ હાઇકોર્ટે સજા ઘટાડીને અઢી વર્ષ કરી દીધી અને દંડ વધારીને 1 લાખ રૂપિયા કરી દીધો. આ કપલના લગ્ન 2003માં થયા હતાં અને પત્ની લગભગ 4 મહિના સુધી સાસરે રહી, ત્યારબાદ તેને 50 હજાર રૂપિયા દહેજ માંગવાને લઈને હેરાન કરવામાં આવી હતી.

Related News

Icon