Home / India : Early morning raid at the house of former Chhattisgarh Chief Minister and IPS officer

CBI અને EDના છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને IPS અધિકારીના ઘરે વહેલી સવારે દરોડા

CBI અને EDના છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને IPS અધિકારીના ઘરે વહેલી સવારે દરોડા

આજે વહેલી સવારે CBIની ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર અને ભિલાઈમાં દરોડા પાડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે તપાસ એજન્સીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાન અને IPS અધિકારી આરિફ શેખના ઘરે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ક્યાં ક્યાં દરોડાની કાર્યવાહી? 

અહેવાલો અનુસાર, CBI વિનોદ વર્માના ઘરે પણ દરોડા પાડવામાં આવી શકે છે. CBIના અધિકારીઓ વહેલી સવારે ભિલાઈ અને રાયપુરના નિવાસસ્થાનો પર પહોંચ્યા હતા. અગાઉ, EDની ટીમે પણ આ જ સમયે દરોડા પાડ્યા હતા.

કયા કેસમાં દરોડા? 

સીડી કૌભાંડ કેસમાં સીબીઆઈએ સમીક્ષા અરજી દાખલ કરી હતી. અગાઉ, કોર્ટે સીડી કૌભાંડ કેસમાં ભૂપેશ બઘેલને નિર્દોષ જાહેર કર્યા હતા. સમીક્ષા અરજી પર સુનાવણી 4 એપ્રિલે થવાની છે. સુનાવણી પહેલા સીબીઆઈના અધિકારીઓ પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

Related News

Icon