
દિલ્હીમાં બિજવાસન વિસ્તારમાં EDની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. EDની ટીમ સાઇબર ક્રાઇમ સાથે જોડાયેલા એક કેસની તપાસ કરવા માટે પહોંચી હતી. આ હુમલાની જાણકારી દિલ્હી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ હુમલામાં EDના એક અધિકારીને ઇજા થઇ હતી.
https://twitter.com/ANI/status/1861993143669051418
શું છે ઘટના?
મળતી માહિતી અનુસાર, આજે સવારે EDની ટીમ PPPYL Cyber App Fraud caseની તપાસ કરવા માટે દિલ્હીના બિજવાસન વિસ્તારમાં પહોંચી હતી. અહીં EDની ટીમ પર આરોપી અશોક શર્મા અને તેમના પરિવારના લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલા દરમિયાન એક આરોપી ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો: BZ GROUP દ્વારા 6000 કરોડનું કૌભાંડ..! CID ક્રાઇમે નોંધી ફરિયાદ, ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં
આ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સ્થાનિક પોલીસે અધિકારીઓની સુરક્ષા માટે તરત જ પગલા ભર્યા છે. પોલીસે ફરાર આરોપીની તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને લઇને ફરિયાદ પણ નોંધવામાં આવી છે. FIRમાં કહેવામાં આવ્યું છે જ્યારે અધિકારી દરોડા પાડવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.