Home / India : Elon Musk's company files case against Modi government, accuses Grok-3

મોદી સરકાર સામે જ એલોન મસ્કની કંપનીએ નોંધાવ્યો કેસ, Grok-3ને પ્રભાવિત કરવાનો લગાવ્યો આરોપ

મોદી સરકાર સામે જ એલોન મસ્કની કંપનીએ નોંધાવ્યો કેસ, Grok-3ને પ્રભાવિત કરવાનો લગાવ્યો આરોપ

એલોન મસ્કની કંપની એક્સ કોર્પે કર્ણાટક હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર સામે જ કેસ કર્યો છે. કંપનીએ ભારત સરકાર દ્વારા આઇટી અધિનિયમની ધારા 79 (3) (બી)ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સશીપ સિસ્ટમ બનાવી રહી છે. તથા X પર કન્ટેન્ટ બ્લોક કરીને પ્લેટફોર્મનું સંચાલન પ્રભાવિત કરાઇ રહ્યું છે. નોંધનીય છે કે આ અરજીમાં 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું વર્ણન કરાયું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેન્દ્ર સરકાર પર મનફાવે તેમ કન્ટેન્ટ બ્લોક કરાવવાનો આરોપ 

X કોર્પ કંપનીનું કહેવું છે કે સરકાર ધારા 79(3)(બી)ની ખોટી વ્યાખ્યા કરી રહી છે અને મનફાવે તેમ આદેશો આપી રહી છે, જે ધારા 69Aના નિયમોનું ઉલ્લંઘન છે. કન્ટેન્ટ હટાવવા માટે લેખિતમાં કારણ બતાવવું આવશ્યક છે અને આદેશ આપતા પહેલા સુનાવણીની વ્યવસ્થા થવી જરૂરી છે. આટલું જ નહીં સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર પણ આપવાનો હક હોવો જોઈએ. જોકે સરકાર આ પ્રક્રિયાને નજરઅંદાજ કરી રહી છે.  આ મામલે આગામી સુનાવણી 27મી માર્ચે થશે.

અગાઉ પણ આ જ મુદ્દે થયો હતો કેસ 

નોંધનીય છે કે અગાઉ 2022માં પણ એક્સ કોર્પ કંપનીએ કેન્દ્ર સરકારના આદેશને કોર્ટમાં પડકાર આપ્યો હતો. તે સમયે કંપનીએ કહ્યું હતું કે સરકારના આદેશોમાં પારદર્શકતા નથી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. 

નોંધનીય છે કે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ એક્સ કોર્પ કંપની સામે સવાલો ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર AI ચેટબોટ ગ્રોક (Grok) દ્વારા સવાલના જવાબમાં અપશબ્દોના ઉપયોગનો મામલો ઉઠાવ્યો છે અને કંપની પાસે જવાબ માંગ્યો છે. 

Related News

Icon