Home / India : Fire breaks out at Mahakumbh Mela for the fourth time, many pandals burnt to ashes

VIDEO: મહાકુંભ મેળામાં ચોથી વાર લાગી આગ, અનેક પંડાલો બળીને થયા ખાખ

VIDEO: મહાકુંભ મેળામાં ચોથી વાર લાગી આગ, અનેક પંડાલો બળીને થયા ખાખ

પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળાના સેક્ટર 18 અને 19 વચ્ચે અનેક પંડાલોમાં આગ લાગી હોવાનો વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ત્યાં પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ લાગવાના કારણોની તપાસ શરુ કરી દીધી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

7 ફેબ્રુઆરીએ સેક્ટર-18માં શિબિરમાં લાગી હતી આગ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મહાકુંભ મેળા દરમિયાન આગની ત્રણ ઘટના બની હતી. સાતમી ફેબ્રુઆરીના રોજ સેક્ટર-18માં શંકરાચાર્ય માર્ગ પરની એક શિબિરમાં આગ લાગી હતી, જેમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈપણ મોટી જાનહાની સર્જાઈ ન હતી.

9 ફેબ્રુઆરીએ સેક્ટર-23માં આગ

9 ફેબ્રુઆરીએ અરેલ તરફના સેક્ટર-23માં રાત્રે આગ લાગી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમે તુરંત આગ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસ તપાસમાં ગેસ સિલિન્ડરના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. પ્રારંભિક રિપોર્ટ મુજબ મહારાજા ભોગ નામની ખાણી-પીણીની દુકાનમાં આગ લાગી હતી, ત્યારબાદ આગ અનેક પંડાલોમાં ફેલાઈ ગઈ હતી.

19 અને 30 જાન્યુઆરીએ લાગી હતી આગ

ત્યારબાદ મહાકુંભના સેક્ટર-23માં પણ આગની ઘટના બની હતી, જેમાં 15 ટેન્ટ આગમાં ખાક થઈ ગયા હતા. આ પહેલા 19 જાન્યુઆરીએ સેક્ટર-19માં પણ આગ લાગી હતી, જેમાં લગભગ 18 શિબિર બળીને ખાક થઈ ગયા હતા.

Related News

Icon