
Operation Sindoor બાદ વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે Operation Sindoor પર પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પાકિસ્તાન જલદી સમજી જશે, તેનામાં જ તેની ભલાઇ છે.પાકિસ્તાનને સારી રીતે જણાવી દેવામાં આવ્યું છે. સિંધુ જળસમજૂતિને સસ્પેન્ડ રાખવામાં આવી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "આપણું લાંબા સમયથી રાષ્ટ્રીય વલણ રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશને લગતા કોઈપણ મુદ્દાનો ઉકેલ ભારત અને પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય રીતે લાવવો જોઈએ. આ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશને ખાલી કરાવવાનો મામલો પેન્ડિંગ છે."
વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પાકિસ્તાને PoK ખાલી કરવો પડશે. જમ્મુ કાશ્મીર મામલે કોઇ ત્રીજો પક્ષ દખલ ના આપે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, તમામ ઘટના દ્વિપક્ષીય રીતે હલ થશે.
વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદની મહત્ત્વની વાતો
- પાકિસ્તાનની ગોળીનો જવાબ ગોળીથી જ આપીશુ.
- સીઝફાયર વાર્તામાં ટ્રેડનો ઉલ્લેખ નથી
- જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ, પાકિસ્તાન PoK ખાલી કરે
- બહાવલપુર,મુરીદકેમાં આતંકીઓના અડ્ડા નષ્ટ કર્યા
- હારવા પર પણ પાકિસ્તાન ઉજવણીનો ડ્રામા કરે છે
- પાકિસ્તાનને અત્યારે પાણી નહીં આપીયે
- કાશ્મીર માટે મધ્યસ્થતા સ્વીકાર નથી
- ન્યુક્લિયર બ્લેકમેઇલિંગ સહન નથી
-
અમારા હુમલા બાદ પાકિસ્તાનના સૂર બદલાયા