
રાજસ્થાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે આપણે ડ્રગ્સની હેરાફેરી વિશે સાંભળતા હોઈએ છીએ. ઘણીવાર આપણે ચંદન જેવા બેશકિમતી લાકડાની હેરાફેરી વિશે પણ સમાચારમાં જોતા હોઈએ છીએ. પરંતુ રાજસ્થાનમાંથી દિપડાની ખાલ અને નખના રેકેટનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો : VIDEO: રાજકોટમાં મોડી રાત્રે સિંહ પરિવાર રસ્તા પર લટાર મારવા નિક્ળ્યો
DRI અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતની માહિતીના આધારે ફોરેસ્ટ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી દીપડાની 2 ખાલ અને 18 નખ કબ્જે કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના રાજસમંદમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ મામલે 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં 2 દીપડાની ખાલ અને 18 નખને વેચનાર અને ખરીદનારની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન ફોરેસ્ટ વિભાગે આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આરોપી દ્વારા ભુતકાળમાં આ પ્રકારનું કોઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે પણ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.