Home / India : Former RBI Governor Shaktikanta Das appointed as Principal Secretary to PM Modi

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા

રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડા પ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. ડિસેમ્બર 2028 માં તેમને રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર, 2024 ના રોજ સમાપ્ત થયો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંત્રીમંડળની નિમણૂક સમિતિએ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ-2 તરીકે શ્રી શક્તિકાંત દાસ, IAS (નિવૃત્ત) (TN:80) ની નિમણૂકને મંજૂરી આપી છે. આ નિમણૂક તેઓ ચાર્જ સંભાળે તે તારીખથી અમલમાં આવશે. તેમની નિમણૂક વડા પ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગામી આદેશો સુધી, જે પણ વહેલું હોય ત્યારે સમાપ્ત થશે.

Related News

Icon