Home / India : Gas tanker explosion in Jaipur / 40 vehicles caught fire: many people burnt alive, 4 dead

જયપુરમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટ/ 40 વાહનોમાં લાગી આગ: 5 લોકો જીવતા સળગ્યાં

જયપુરમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટ/ 40 વાહનોમાં લાગી આગ: 5 લોકો જીવતા સળગ્યાં

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જયપુરમાં ડીપીએસ સ્કૂલ પાસેના પેટ્રોલ પંપ પર બ્લાસ્ટ થયો છે. રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ પંપ પાસે LPG અને CNG ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. અકસ્માત બાદ અનેક વાહનોમાં આગ લાગી હતી. જેમાં 5 લોકો જીવતા સળગી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા. પોલીસ અને પ્રશાસનની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 12 થી 15 લોકો દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે સવાઈ માન સિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક પછી એક અનેક બ્લાસ્ટ થયા
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પહેલા એક સીએનજી ટ્રક અને અન્ય ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ ભીષણ અથડામણ બાદ સીએનજી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પછી એક પછી એક અનેક બ્લાસ્ટ થયા. આજુબાજુના વાહનો પણ અથડાયા હતા. 20થી વધુ વાહનોમાં આગ લાગી હતી.

અકસ્માતમાં મુસાફરોથી ભરેલી બસ
આ અકસ્માતમાં 12 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. અકસ્માતમાં એક બસ પણ ફસાઈ ગઈ હતી. મુસાફરોએ કોઈક રીતે બસમાંથી નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગમાં દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો
આ અકસ્માત શુક્રવારે સવારે 5.30 વાગ્યે ભાંક્રોટાકા ડી ક્લોથોન પાસે થયો હતો. હજુ પણ અનેક વાહનોમાં આગ લાગી છે. પોલીસ અને ફાયર વિભાગ વાહનોમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.

સીએમ ભજનલાલ શર્મા સમીક્ષા કરશે
અકસ્માતની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને એસએમએસ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

Related News

Icon