Home / India : Google gets big relief in fine for policy violation

પોલિસીના ઉલ્લંઘન મામલે Googleને દંડમાં મળી મોટી રાહત, જાણો શા માટે NCLTએ લીધું આ પગલું

પોલિસીના ઉલ્લંઘન મામલે Googleને દંડમાં મળી મોટી રાહત, જાણો શા માટે NCLTએ લીધું આ પગલું

ભારતમાં પ્લેસ્ટોર પોલિસીના ભંગમાં દોષિત ઠરેલી ગૂગલને NCLT દંડમાં રાહત કરી આપી છે. ગૂગલને અગાઉ રૂ. 936 કરોડનો દંડ કરવામાં આવ્યો હતો. હવે તેને ઘટાડીને રૂ. 216 કરોડ કરવામાં આવ્યો છે. ગૂગલને ભારતમાં તેની પ્લે સ્ટોર નીતિઓનો ભંગ કરવા બદલ દોષિત ઠેરવવામા આવી છે. આ બદલ તેને ફટકારાયેલા દંડમાં NCLTએ ઘટાડો કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગૂગલને દોષિત ઠેરવતો ચુકાદો જાળવી રાખ્યો

નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ( NCLT)એ પોતાના ચુકાદામાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCIA) ગૂગલને દોષિત ઠેરવતો ચુકાદો જાળવી રાખ્યો છે, પરંતુ તેને ચૂકવવાની દંડની રકમમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. CCIAએ જણાવ્યું હતું કે ગૂગલે તેની પ્લે સ્ટોર પોલિસીનો દૂરુપયોગ કર્યો છે, તે યોગ્ય ધધાકીય કાર્યપ્રણાલિના નિયમથી વિપરીત છે. ગૂગલની પોલિસી પ્રતિસ્પર્ધાના નિયમોની વિરોધમાં છે.

CCIAએ ગૂગલને રુ. 936 કરોડનો દંડ ફટકાર્યો હતો. પણ  NCLTએ ગૂગલને ફટકારેલો દંડ  રુ. 216 કરોડ કર્યો છે.  NCLTના જસ્ટિસ અશોક ભૂષણ અને ટેકનિકલ સભ્ય વરુણ મિત્રાની બે સભ્યોની બેન્ચે જણાવ્યું હતું કે ગૂગલે તેની મજબૂત પોઝિશનનો દૂરુપયોગ કર્યો છે જે નિયમોથી વિપરીત છે. 

 NCLTનું માનીએ તો ગૂગલની અપીલ પહેલાં જ દંડની દસ ટકા રકમ જમા કરાવી દેવાઈ છે. આવામાં બાકી રકમ આજથી 90 દિવસની અંદર જમા કરવી પડશે. ગૂગલને આ દંડ CCIAએ 2022માં કર્યો હતો. CCIAના ચુકાદાને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે પડકાર્યો હતો. દંડની સાથે-સાથે CCIAએ ટેક કંપનીને કારોબાર કરતાં ખોટી રીતે રોકવા અને એક નિશ્ચિત સમયમર્યાદાની અંદર પ્રતિસ્પર્ધા વિરોધી ચિંતાઓ દૂર કરવા માટે સુધારણાના પગલાં જારી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

Related News

Icon