
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણા અને ગોવાના રાજ્યપાલની નિમણૂંક કરી છે. આ સાથે જ લદ્દાખમાં લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક કરવામાં આવી છે. પ્રોફેસર આશિમ કુમાર ઘોષને હરિયાણાના રાજ્યપાલ જ્યારે પુષ્પતિ અશોક ગજપતિ રાજુને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કવિંદ્ર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે બ્રિગેડિયર (ડૉ.) બીડી મિશ્રા (નિવૃત્ત) નું રાજીનામું સ્વીકાર્યું છે.
https://twitter.com/ANI/status/1944680138660319727
કોણ છે અશોક ગજપતિ રાજુ?
અશોક ગજપતિ રાજુએ ભારતના આંધ્ર પ્રદેશના રાજકીય નેતા અને વિજયનગરમના રાજવી પરિવારના સભ્ય છે. તેઓ તેલુગુ દેશમ પાર્ટી (TDP) સાથે સંકળાયેલા છે અને વિજયનગરમ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.અશોક ગજપતિ રાજુએ આંધ્રપ્રદેશના રાજકારણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ 1980, 1990 અને 2000ના દાયકામાં વિજયનગરમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
કોણ છે આશિમ કુમાર ઘોષ?
સીનિયર એકેડમિક રોલ નીભાવનારા આશિમ કુમાર ઘોષને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હરિયાણાના રાજ્યપાલ બનાવ્યા છે, તેમને હાઇ એજ્યુકેશનમાં ઘણો અનુભવ છે જેનો ફાયદો હરિયાણાને મળશે. તે જલદી રાજ્યપાલનો પદભાર ગ્રહણ કરશે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી CM રહી ચુક્યા છે કવિન્દ્ર ગુપ્તા
જમ્મુ કાશ્મીરમાં ભાજપના સીનિયર નેતા કવિન્દ્ર ગુપ્તાને લદ્દાખના નવા ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કવિન્દ્ર ગુપ્તા આ પહેલા જમ્મુ કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં PDP અને ભાજપ ગઠબંધનની સરકાર બની હતી, તે સમયે કવિન્દ્ર ગુપ્તાને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.