
Tahawwur Rana Extradition:મુંબઇમાં 2008માં થયેલા આતંકી હુમલાનું ષડયંત્ર રચનારા Tahawwur Ranaને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. ભારત છેલ્લા 17 વર્ષથી Tahawwur Rana અને તેના સાથી ડેવિડ કોલમેન હેડલીના પ્રત્યર્પણના પ્રયાસમાં લાગેલુ હતું જેની 2009માં જ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેના પર કેસ આતંકવાદ ફેલાવવા સાથે જોડાયેલા કેટલાક કેસમાં ચાલ્યો હતો. હેડલીના કેસમાં ભારતને ખાસ સફળતા મળી નથી પરંતુ Tahawwur Rana મામલે અમેરિકાની નીચલી કોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના દાવાને માનતા તેના પ્રત્યર્પણની મંજૂરી આપી દીધી હતી.આવો જાણીયે Tahawwur Ranaના મુંબઇ હુમલાને અંજામ આપવાથી લઇને ભારત પ્રત્યર્પણ સુધીની પુરી કહાની...
26 નવેમ્બર 2008
મુંબઇમાં આતંકી હુમલો
વર્ષ 2008માં મુંબઇમાં પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ ઘુસીને શહેરભરમાં હુમલા કર્યા હતા. આ બર્બર હુમલામાં છ અમેરિકન નાગરિકો અને કેટલાક યહુદીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા.
ઓક્ટોબર 2009
અમેરિકાના એરપોર્ટ પર ધરપકડ
ડેવિડ હેડલી અને તહવ્વુર હુસૈન રાણાની અમેરિકાના શિકોગામાં સ્થિત ઓહારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને અમેરિકાથી પાકિસ્તાન ભાગવાના પ્રયાસમાં હતા.
11 નવેમ્બર 2009
ભારતમાં NIAએ હેડલી-રાણાને બનાવ્યા આરોપી
NIAએ મુંબઇ હુમલાના ષડયંત્રકાર તરીકે ડેવિડ કોલમેન હેડલી અને તહવ્વુર રાણાના નામનો ખુલાસો કર્યો હતો. આ બન્ને વિરૂદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
23 મે 2011-9 જૂન 2011
2011માં રાણા પર અમેરિકામાં બન્ને ઘટનામાં કેસ ચલાવવામાં આવ્યો અને તેને ડેનિશ અખબાર પર હુમલાના ષડયંત્રમાં પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને મદદ પહોંચાડવાનો દોષી ઠેરવવામાં આવ્યો. જોકે, કેટલાક પુરાવા છતા અમેરિકન જિલ્લા કોર્ટની જ્યુરીએ તેને મુંબઇ હુમલામાં સામેલ હોવાના આરોપમાં છોડી મુક્યો હતો.
24 ડિસેમ્બર 2011
NIAએ દાખલ કરી ચાર્જશીટ
ભારતની તપાસ એજન્સી NIAએ તહવ્વુર રાણા, ડેવિડ હેડલી, લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદ, જકી-ઉર-રહમાન લખવી, અલ કાયદાના ઇલિયાસ કાશ્મીરી અને પાકિસ્તાની સેનાના અધિકારીઓ સહિત કુલ 9 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
17 જાન્યુઆરી 2013
તહવ્વુર રાણાને અમેરિકામાં 14 વર્ષની સજા
તહવ્વુર રાણાને સંઘીય જેલમાં 14 વર્ષની સજા સંભળાવવામાં આવી, તે બાદ તેને પાંચ વર્ષ સુધી નજરકેદમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો. આ ત્યારે થયું જ્યારે ડેવિડ હેડલીએ બન્ને કેસમાં ફરિયાદીને ખુલીને તહવ્વુર રાણા વિરૂદ્ધ પુરાવા આપ્યા હતા. જોકે, રાણાના વકીલોનું કહેવું હતું કે ડેવિડ હેડલી ખોટુ બોલીને બચી નીકળવામાં માહેર રહ્યો છે, તેને કેટલાક જૂના મિત્રોને ગુનાહિત કેસમાં ફસાવ્યા અને ખુદ ઓછી સજા સાથે બચી નીકળ્યો હતો.
2014
દિલ્હીની કોર્ટે બિન જામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કર્યો
દિલ્હીની એક સત્ર કોર્ટે ભારતની પકડથી દૂર તહવ્વુર રાણા સહિત 9 આરોપીઓ વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યા હતા.
ડિસેમ્બર 2019
ભારતે ફરી પ્રત્યર્પણની માંગ કરી
ભારતે ઓફિશિયલ રીતે અમેરિકાને રાજકીય નોટ સોપી હતી. તહવ્વુર રાણાના પ્રત્યર્પણની માંગ ઉઠાવવામાં આવી હતી.
મે 2020
અમેરિકાની જેલમાંથી મળી આઝાદી
અમેરિકામાં તહવ્વુર રાણાને કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સ્વાસ્થ્યના કારણોથી દક્ષિણ કેલિફોર્નિયાની ટર્મિનલ આઇલેન્ડ જેલમાંથી છોડી મુકવામાં આવ્યો હતો, તેને સજા પણ પૂર્ણ કરી નહતી.
10 જૂન 2020
લોસ એન્જલસમાં ફરી ધરપકડ
ભારતે રાણાના પહોંચથી દૂર થઇ જવાની આશંકાને ધ્યાનમાં રાખતા પ્રત્યર્પણ અને ધરપકડની અપીલને અમેરિકન તંત્ર સામે મુકી હતી. તે બાદ રાણાની ફરી લોસ એન્જલસથી ધરપકડ કરવામાં આવી હતી.
મે 2023
રાણાને કોર્ટે આપ્યો પ્રથમ ઝટકો
કેલિફોર્નિયાની એક જિલ્લા કોર્ટે રાણાને ભારત પ્રત્યર્પણ કરવાનો નિર્ણય આપ્યો હતો. અમેરિકન સરકારે પણ તહવ્વુર રાણાને ભારત પ્રત્યર્પણને બન્ને દેશ વચ્ચેની સંધિ હેઠળ કાયદેસર ગણી હતી.
સપ્ટેમ્બર 2024
તમામ નીચલી કોર્ટે રાણાને આપ્યો ઝટકો
તહવ્વુર રાણાની અપીલને સેન ફ્રાન્સિસ્કો નોર્થ સર્કિટની અદાલતે પણ ફગાવી દીધી હતી અને તેના પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. આ સાથે જ તહવ્વુર રાણાના પ્રત્યર્પણને અમેરિકાની તમામ નીચલી અદાલતમાં મંજૂરી મળી હતી. આ આખી ઘટનામાં મહત્ત્વપૂર્ણ વાત આ હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના નેતૃત્ત્વ ધરાવતી સરકારે ભારતનો સાથ આપ્યો હતો. તહવ્વુર રાણાએ જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ત્યારે બાઇડન સરકારે જલ્દી તેની અરજીને ફગાવવાની માંગ કરી હતી.
21 જાન્યુઆરી 2025
સુપ્રીમ કોર્ટે પણ પ્રત્યર્પણને આપી મંજૂરી
અમેરિકાની સુપ્રીમ કોર્ટે પણ તહવ્વુર રાણાને ઝટકો આપ્યો હતો અને તેના પ્રત્યર્પણને મંજૂરી આપી હતી.
9 એપ્રિલ 2025
અમેરિકાએ તહવ્વુર રાણાને ભારત પ્રત્યર્પિત કર્યા
અમેરિકાએ તહવ્વુર રાણાને ભારતમાં પ્રત્યાર્પણ કર્યું. NIAએના અધિકારીઓ પ્રત્યાર્પણ માટે અમેરિકા આવ્યા હતા. ભારત લાવ્યા પછી તેને કોર્ટમાં હાજર કરાશે.