Home / India : How the Indian Army foiled Pakistani attacks

ભારતીય સેનાએ પાકિસ્તાની હુમલાઓને આ રીતે નિષ્ફળ બનાવ્યા, જુઓ VIDEO

ભારતીય સેનાએ પાકિસ્તાની હુમલાઓને આ રીતે નિષ્ફળ બનાવ્યા, જુઓ VIDEO

ફરી એકવાર ભારતીય સેનાએ પાકિસ્તાનની નાપાક હરકતોને નિષ્ફળ બનાવી દીધી છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના સરહદી વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સેનાએ એક વીડિયો બહાર પાડ્યો 

આ દરમિયાન, સેનાએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં દેખાડ્યું છે કે તેણે દુશ્મનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કેવી રીતે કર્યો. સેનાએ જણાવ્યું હતું કે 8 અને 9 મે 2025ની રાત્રે, પાકિસ્તાન સેનાએ પશ્ચિમી સરહદ પર એક સાથે અનેક હુમલાઓનો પ્રયાસ કર્યો.

પાકિસ્તાન દ્વારા ડ્રોન અને અન્ય હથિયારોનો ઉપયોગ કરીને ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યું ઘર્ષણ

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું. 

Related News

Icon