
સંસદના ચાલુ બજેટ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ચર્ચા દરમિયાન PM મોદી જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, 'અમારી સરકારે નારા નથી આપ્યા પરંતુ ગરીબોની સાચી સેવા કરી. અગાઉની સરકારે પાંચ-પાંચ દાયકા સુધી ખોટા નારાઓ આપ્યા. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે, જે લોકો ગરીબોની ઝુંપડીમાં ફોટોસેશન કરાવી પોતાનું મનોરંજન કરતા રહે છે તેમને સંસદમાં ગરીબોની વાત કંટાળાજનક જ લાગશે. હું તેમનો ગુસ્સો સમજી શકુ છું.
10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા પર છે. ૧6 કરોડ લોકોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું. અમારું ધ્યાન ગરીબો માટે ઘરો બનાવવા પર છે. અમારો પ્રયાસ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે અને અમે સમર્પણ સાથે પ્રયાસ કરીએ છીએ. 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા, લોકોની જેમ ઝૂંપડામાં ફોટોશેસન નથી કર્યું
40 કરોડ રૂપિયા સીધા લોકોના ખાતામાં જમા કરાવ્યા
આપણા દેશમાં એક વખત વડાપ્રધાન હતા, તેમને મિસ્ટર ક્લીન કહેવાની ફેશન બની ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે છે, ત્યારે ગામડાઓમાં ફક્ત 15 પૈસા જ પહોંચે છે. એ સમયે તો સંસદમાં પણ એક જ પક્ષનું શાસન હતું. આ વાત તેમણે જાહેરમાં કહી હતી. આ અદ્ભુત હાથચાલાકી હતી. દેશે અમને તક આપી અને અમે સમાધાનનો પ્રયાસ કર્યો. અમારું મોડેલ બચત તેમજ વિકાસનું છે. અમે જન ધન, આધારની ટ્રિનિટી બનાવી અને DBT દ્વારા આપવાનું શરૂ કર્યું. અમારા કાર્યકાળમાં 40 કરોડ રૂપિયા સીધા લોકોના ખાતામાં જમા કરવામાં આવ્યા.
પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં જન્મેલા પણ ન હોય તેવા ૧૦ કરોડ લોકો વિવિધ યોજનાઓનો લાભ લેતા હતા તેને દૂર કર્યા. વાસ્તવિક લાભાર્થી સુધી પહોંચતા ૩ લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા. સરકારી ખરીદી JAM પોર્ટલ દ્વારા કરાતા સરકારે 1 લાખ 15 હજાર કરોડ રૂપિયા બચાવ્યા હતા. અમારા સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવી. પરંતુ સરકારી કચેરીઓમાંથી જે ભંગાર વેચ્યો તેનાથી ૨,૩૦૦ કરોડ રૂપિયા મળ્યા. મહાત્મા ગાંધી ટ્રસ્ટી કહેતા હતા. લોકોની સંપત્તિ છે તેની પાઈ પાઈનો સદુપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ.