
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વર્ષ 2024ની NIRF એટલે કે નેશનલ ઇંસ્ટીટ્યૂટશનલ રેન્કિંગ ફ્રેમવર્ક રેન્કિંગ જાહેર કરી છે. સરકારે યૂનિવર્સિટી, કોલેજ, શોધ, મેનેજમેન્ટ, મેડિકલ, ઓવરઓલ, ફાર્મસી, ડેન્ટલ, લૉ સહિત કૂલ 17 કેટેગરીમાં દેશની ટોપ શૈક્ષણિક સંસ્થાની રેન્કિંગ જાહેર કરી છે.
ભારતની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાની સરકારની આ રેન્કિંગમાં ઓવરઓલ કેટેગરીમાં IIT મદ્રાસ ફરી એક વખત દેશની બેસ્ટ સંસ્થા બની છે. IISC, બેંગલુરૂ દેશની બેસ્ટ યૂનિવર્સિટી અને એમ્સ દિલ્હી બેસ્ટ મેડિકલ કોલેજ બની છે. આ વર્ષે DUની હિન્દૂ કોલેજ મિરાન્ડા કોલેજને પછાડીને દેશની બેસ્ટ કોલેજ ગણવામાં આવી છે. મિરાન્ડા કોલેજ છેલ્લા કેટલાક વર્ષથી ટોપ પર બનેલી છે.
3 નવી કેટેગરી જોડવામાં આવી
આ વર્ષે 3 નવી કેટેગરી સ્ટેટ યૂનિવર્સિટી, સ્કિલ યૂનિવર્સિટી અને ઓપન યૂનિવર્સિટીની કેટેગરી જોડવામાં આવી છે. આ વર્ષે શિક્ષણ મંત્રાલયને રેન્કિંગમાં ભાગ લેવા માટે 10885 અરજી મળી હતી.
ઓવરઓલ કેટેગરી
1) IIT, મદ્રાસ. 2) IISC, બેંગલુરૂ. 3)IIT, બોમ્બે. 4) IIT, દિલ્હી. 5) IIT, કાનપુર. 6)IIT, ખડગપુર. 7)એમ્સ, નવી દિલ્હી. 8)IIT, રૂરકી. 9) IIT, ગુવાહાટી. 10) JNU, નવી દિલ્હી.
દેશની ટોપ યૂનિવર્સિટી
1. ઇન્ડિયન ઇંસ્ટીટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરૂ
2. જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી
3. જામિયા મિલિયા ઇસ્લામિયા
4. મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન
5. બનારસ હિન્દૂ યૂનિવર્સિટી
6. દિલ્હી યૂનિવર્સિટી
7. અમૃતા વિશ્વ વિદ્યાપીઠ
8.અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી, અલીગઢ
9. જાદવપુર યૂનિવર્સિટીસ, કોલકાતા
10. વેલ્લોર ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી
દેશની બેસ્ટ એન્જિનિયરિંગ ઇંસ્ટીટ્યૂટ
1.IIT મદ્રાસ
2. IIT દિલ્હી
3. IIT બોમ્બે
4. IIT કાનપુર
5. IIT ખડગપુર
6. IIT રૂરકી
7. IIT ગુવાહાટી
8. IIT હૈદરાબાદ
9. NIT, તિરૂચિરાપલ્લી
10. IIT BHU વારાણસી
મેનેજમેન્ટ સંસ્થા
1.IIM અમદાવાદ
2.IIM બેંગલુરૂ
3. IIM કોઝીકોડ
4. IIT દિલ્હી
5. IIM કોલકાતા
6. IIM મુંબઇ
7 IIM લખનૌ
8. IIM ઇન્દોર
9. એક્સએલઆઇઆઇ, જમશેદપુર
10. IIT બોમ્બે