
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દેશના વડાપ્રધાન બનશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના રાષ્ટ્રપતિ બનશે. આ સાથે જ આ વર્ષના અંતમાં વર્લ્ડ વૉર થશે. આ ભવિષ્યવાણી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં IITian Babaએ કરી છે.
કોણ છે IITian Baba?
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં IITian Baba અભયસિંહની ચર્ચા થઇ રહી છે. બાબાનો દાવો છે કે તેમણે IIT બૉમ્બેથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને અધ્યાત્મના માર્ગ પર ચાલવા માટે વિજ્ઞાનનો રસ્તો છોડી દીધો છે. સોશિયલ મીડિયા પર બાબાની લોકપ્રિયતા વધી રહી છે.
મૂળ હરિયાણાના અભયસિંહને 'એન્જિનિયર બાબા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બાબાએ દાવો કર્યો છે કે તેમણે IIT બોમ્બેથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, તેમનું કહેવું છે કે વિજ્ઞાન વ્યક્તિને ભૌતિક દુનિયાને સમજવામાં મદદ કરે છે પરંતુ તેનું ઊંડુ અધ્યયન અધ્યાત્મ તરફ લઇ જાય છે.