Home / India : Important announcement of CBSC for class 10th and 12th students

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે CBSCની મહત્વની જાહેરાત

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે CBSCની મહત્વની જાહેરાત

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-10 અને ધોરણ-12 વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ અને થિયરી પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. સીબીએસઈના જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે ધો.10 અને ધોરણ-12ની પ્રેક્ટિકલ પરીક્ષા પહેલી જાન્યુઆરીથી જ્યારે થિયરી પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવામાં આવશે. જોકે, પરીક્ષા ક્યારે, કયા દિવસે, કયા વિષયોની લેવાશે તે અંગે કોઈ માહિતી જાહેર કરાઈ નથી. આ માટે વિદ્યાર્થીઓએ ધો.10-12ની ડેટશીટ જાહેર થવાની રાહ જોવી પડશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

CBSE પ્રેક્ટિકલ પરીક્ષાઓ પાંચમી નવેમ્બરથી શરૂ થશે

ઉલ્લેખનીય છે કે, શિયાળાની શાળાઓ માટે CBSE પ્રેક્ટિકલ પરીક્ષાઓ પાંચમી નવેમ્બરથી પાંચમી ડિસેમ્બર 2024 વચ્ચે યોજાશે. આ માહિતી બોર્ડ દ્વારા પહેલાથી જ અપાઈ હતી. આ પછી હવે બોર્ડે અન્ય શાળાઓની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરી છે.

ધો.10-12ની ડેટશીટ ડિસેમ્બરમાં જાહેર થવાની સંભાવના

સીબીએસઈએ વર્ષ 2023 અને વર્ષ 2022માં ડિસેમ્બરમાં પરીક્ષાનું ટાઈટબલ જાહેર કર્યું હતું, તેથી આ વર્ષે એવી ધોરણ-10 અને ધોરણ-12ની ડેટશીટ ડિસેમ્બરમાં જાહેર થઈ શકે છે. જો સીબીએસઈ ગત વર્ષના પેટર્નનો ઉપયોગ કરશે તો આ જ મહિનામાં ટાઈટેબલ જાહેર થવાની સંભાવના છે.

CBSEની ગાઈડલાઈન

આ પહેલા સીબીએસઈ દ્વારા 28મી સપ્ટેમ્બરમાં ગાઇડલાઇન જાહેર કરાઈ હતી, જેમાં આગામી 2025માં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં ચોરીના બનાવો ન બને તેની સાવચેતી માટે CCTV કેમેરા ફરજિયાતનો નિર્ણય કર્યો હતો. તેમાં એવું પણ જણાવાયું હતું કે, જે શાળામાં CCTV કેમેરા નહીં હોય ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં. 

44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

CBSEએ એવો પણ દાવો કર્યો છે કે, 2025માં આશરે 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપવાના છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારે ચોરીના બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને હાઇ રિઝોલ્યુએશન કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ 10-12ની પરીક્ષામાં ચોરીના બનાવની કોઈ સ્થિતિ ઊભી થાય તો, તેની સમીક્ષા કરવા માટે પરિણામ જાહેર થયાના બે મહિના માટે તમામ પરીક્ષા કેન્દ્રના રેકોર્ડિંગનો સંગ્રહ કરાશે. જેનું એક્સેસ માત્ર અધિકૃત કર્મચારી પાસે રહેશે.

ધો.10 અને 12ના પરીક્ષાર્થીઓ આવી રીતે ડાઉનલોડ કરી શકશે ડેટશીટ

CBSE Board Exam 2025, Class-10 and 12 Datesheet Download : ધોરણ-10 અને ધોરણ-12ના પરીક્ષાર્થીઓ સરળતાથી ઓનલાઈન ડેટશીટ ડાઉનલોડ કરી શકે છે. આ માટે તમારે સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ સીબીએસઈ ધોરણ-10 ડેટ શીટ 2025 / સીબીએસઈ ધોરણ-12 ડેટ શીટ 2025 લિંક પર ક્લિક કરવાની રહેશે. આપને સ્ક્રીન પર એક PDF જોવા મળશે, જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો.

Related News

Icon