
સંસદમાં રજૂ કરવામાં આવેલા 2025-26ના વર્ષના બજેટમાં શહેરી વિસ્તારોમાંની ખેતીની જમીન ભાડે આપી તેના પર ભાડાની આવક કરવામાં આવે તો તે ભાડાની આવકને વેરાપાત્ર આવક ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીની આવકને વેરામુક્ત આવક તરીકે ચાલુ રાખવામાં આવી છે, પરંતુ ખેતીને પ્રવૃત્તિને લગતા દસ્તાવેજોની હવે વધુ ચુસ્ત રીતે ચકાસણી કરવાનો નિર્ણય આવકવેરાના નવા સૂચિત ખરડામાં લેવામાં આવ્યો છે. આવકવેરા ધારા 1961ને રિપ્લેસ કરવા માટે સંસદમાં રજૂ કરવામાં આવેલા ઇન્કમટેક્સ બિલ 2025માં પ્રસ્તુત જોગવાઈ કરવામાં આવી છે.
મૂલ્યવર્ધન બાદ વેચેલી વસ્તુ પર ટેક્સ લાગશે
બીજીતરફ ખેતીની ઉપજ ઉપર પ્રોસેસ કરીને તેના મૂલ્યવર્ધન બાદ પ્રોડક્ટ્સ અને તેને બજારમાં માર્કેટેબલ બનાવવાથી થયેલી આવકને પણ હવે વેરાપાત્ર આવક તરીકે ગણી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતી થકી થતી આવકને વેરામાફીનો લાભ આપવાનું નવા સૂચિત આવકવેરા ધારામાં માન્યતા આપવામાં આવી રહી છે, પરંતુ ખેતીને લગતી પ્રવૃત્તિ અંગેના પુરાવાઓની વધુ ચીવટ પૂર્વક તપાસ કરવાનો નિર્ણય પણ તેની સાથે જ લેવામાં આવ્યો છે. કૃષિ આધારિત ઉદ્યોગોને અત્યાર સુધી આપવામાં આવતી સબસિડીના દરમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
ખેતીની આવકનો સમાવેશ કરવામાં આવેલો નથી
ભાડે આપેલા કલ્ટીવેટર થકી થનારી આવકને વેરાને પાત્ર આવક ગણવામાં આવી છે. ડેરી ફાર્મિંગ થકી થતી આવકને વેરાને પાત્ર આવક ગણવામાં આવી છે. ડેરી ઉત્પાદનો, મરઘાંબતકાં ઉછેર, મત્સ્યઉદ્યોગની આવકને હવે સંપૂર્ણપણે વેરાને પાત્ર ગણી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે તેમાં ખેતીની આવકનો સમાવેશ કરવામાં આવેલો નથી.
આવકવેરાનો નવો કાયદો તૈયાર કરવા માટે સંસદમાં રજૂ કરવામાં આવેલા ઇન્કમટેક્સ બિલ 2025માં ખેતીની જમીનની વ્યાખ્યાને અત્યંત સરળ બનાવી દેવાા આવી છે. આવકવેરા ધારાની કલમ 10માં ખેતીની આવક સહિતની જુદં જુદાં પ્રકારની આવકને માફીને પાત્ર આવક ગણવી તેની અગાઉ સમજણ આપવામાં આવેલી હતી. તેમાં ભાગીદારી પેઢી,ના નફા, ફેમિલી પેન્શન કે પછી સ્કોલરશીપ, એનઆરઈ કે એફસીએનઆરની થાપણ પરના વ્યાજની આવકને વેરાપાત્રતાની વિગતો અલગ ટેબલ બનાવીને દર્શાવવામાં આવી છે.