Home / India : India and Pakistan agree to immediate ceasefire, Trump makes big announcement

Breaking News: ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત, Donald Trump એ કરી મોટી જાહેરાત

ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત, Donald Trump એ કરી મોટી જાહેરાત

છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર લાંબી વાતચીત બાદ બંને દેશો સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે બંને દેશોને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા વિનંતી કરી. જોકે, ભારત કે પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકાની મધ્યસ્થી અને લાંબી વાત-ચીત બાદ ભારત-પાક. બન્ને રાષ્ટ્રો તાત્કાલિક સિઝફાયર કરવા માટે તૈયાર થયા હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટ, બંન્ને રાષ્ટ્રોને અભિનંદન પાઠવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે, ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂર' હેઠળ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે હવે મોટા સમાચાર મળી રહ્યા છે. 

અમે PM મોદી અને PM શરીફ સાથે વાત કરી: અમેરિકાના વિદેશમંત્રીનો દાવો

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે, કે 'છેલ્લા 48 કલાકમાં મેં અને ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ભારત અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ સંવાદ કરાયો છે. જે બાદ ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધવિરામ માટે રાજી થયા છે.' 

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વિદેશ મંત્રી એસ જયશંકરને ફોન કર્યો છે. આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાની સેના પ્રમુખ આસિફ મુનીરને પણ ફોન કર્યો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસના જણાવ્યા અનુસાર, "સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે વાત કરી. સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયોએ ભાર મૂક્યો કે બંને પક્ષોએ તણાવ ઘટાડવા અને ગેરસમજ ટાળવા માટે સીધી વાતચીત ફરીથી સ્થાપિત કરવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે ભવિષ્યના વિવાદો ટાળવા માટે આગામી  ચર્ચાઓને સરળ બનાવવા માટે યુએસ સમર્થનની ઓફર કરી હતી. 

પાકિસ્તાની વિદેશ મંત્રી અને આર્મી ચીફ મુનીરને ફોન કર્યો હતો 
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે વાત કરી હતી. સેક્રેટરી રુબિયોએ પુનરોચ્ચાર કર્યો કે બંને પક્ષોએ વર્તમાન પરિસ્થિતિને ઓછી કરવા અને ખોટી ગણતરીઓ ટાળવા માટે સીધી વાતચીત ફરીથી સ્થાપિત કરવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે ભવિષ્યમાં થનારા સંઘર્ષોને ટાળવા માટે રચનાત્મક વાટાઘાટો શરૂ કરવામાં યુએસ સહાયની પણ ઓફર કરી.

વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ શનિવારેવિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી અને ભાર મૂક્યો કે બંને પક્ષોએ તણાવ ઓછો કરવા અને સીધી વાતચીત પુનઃસ્થાપિત કરવા પ્રયાસો કરવાની જરૂર છે.

 

 

 

Related News

Icon