Home / India : India destroyed Pakistan's air defense system in Lahore

ભારતે લાહોરમાં પાકિસ્તાનની એરડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી, સેનાના ડ્રોન હુમલાનો કહેર

ભારતે લાહોરમાં પાકિસ્તાનની એરડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી, સેનાના ડ્રોન હુમલાનો કહેર

પહેલગામ આતંકી હુમલાનો ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. જોકે, પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો અને ભુજ સહિત 15 સ્થળો પર ડ્રોન હુમલો કર્યો હતો. જોકે, ભારતે તેને નિષ્ફળ બનાવી દીધો હતો. ભારતે તે બાદ પાકિસ્તાનમાં 9 સ્થળોએ ડ્રોનથી હુમલો કર્યો હતો. આ ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાની એર ડિફેન્સ યૂનિટને ભારે નુકસાન થયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી

ભારત સરકારે ઓફિશિયલ નિવેદન જાહેર કરતા જણાવ્યુ, "આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં કેટલાક સ્થળો પર એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવી હતી. ભારતે પણ પાકિસ્તાનને જવાબી કાર્યવાહીમાં તેની ભાષામાં જ જવાબ આપ્યો છે. લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવી છે."

7 અને 8 મેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઇ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમી ભારતમાં કેટલાક સૈન્ય ઠેકાણા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને કાઉન્ટર યૂએએસ ગ્રિડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નષ્ટ કરવામાં આવી હતી. આ હુમલાના કાટમાળ કેટલાક સ્થળોથી જપ્ત પણ કરવામાં આવ્યા છે.

Related News

Icon