
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીનું નિવેદન
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું, "છેલ્લી બે-ત્રણ બ્રીફિંગમાં અમે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ થઈ રહી છે. ભારતે પાકિસ્તાનને મજબૂત જવાબ આપ્યો છે." છેલ્લા 2-3 દિવસથી પાકિસ્તાનની પ્રવૃત્તિઓ ઉશ્કેરણીજનક જોવા મળી છે. તેના જવાબમાં ભારત જવાબદારીપૂર્વક પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભારતીય સેના પાકિસ્તાનને કડક જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના આગળના વિસ્તારોમાં પોતાની ટુકડીઓ મોકલી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના રહીમ યાર ખાનમાં પાકિસ્તાની સેનાની સંપત્તિઓને નિશાન બનાવી છે.
હવાઈ માર્ગે ઘૂસણખોરીનો પ્રયાસ
પાકિસ્તાને 26થી વધુ સ્થળોએ હવાઈ માર્ગે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. તેઓએ પંજાબના એરબેઝને નિશાન બનાવવા માટે રાત્રે 1:40 વાગ્યે હાઈ-સ્પીડ મિસાઈલોનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું કે ભારતીય સેનાએ નિયંત્રિત રીતે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા. પાકિસ્તાન તરફથી ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે.