
ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત સરકારના વિવિધ વિભાગોના સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી, જ્યાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ કાર્યકારી સાતત્ય અને સંસ્થાકીય સ્થિતિસ્થાપકતા જાળવવા માટે મંત્રાલયો અને એજન્સીઓ વચ્ચે સરળ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો.
બેઠકમાં, બધા સચિવોને તેમના સંબંધિત મંત્રાલયોના કાર્યની વ્યાપક સમીક્ષા કરવા અને તૈયારી, કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશાવ્યવહાર પ્રોટોકોલ પર વિશેષ ધ્યાન આપીને જરૂરી પ્રણાલીઓનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
ઓપરેશન સિંદૂર પર કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, MEA સચિવ વિક્રમ મીસરી જાણકારી આપી હતી. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે,પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા નથી.
પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે 7-8 મે 2025ની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઇ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમી ભારતમાં કેટલાક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને ભારતીય ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. આ હુમલામાં કાટમાળ કેટલાક સ્થળોથી મળ્યા છે જે પાકિસ્તાની હુમલાને સાબિત કરે છે.
અમે પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યા-કર્નલ સોફિયા કુરેશી
ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે અમે સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા નથી. અમે પહેલા જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. અમે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.
લાહોરમાં સ્થિત એર રડાર સિસ્ટમને નિષ્ફળ બનાવી
ભારતની પ્રતિક્રિયા સમાન ક્ષેત્રમાં કરવામાં આવી. લાહોરમાં સ્થિત એર રડાર સિસ્ટમને નિષ્ફળ બનાવવામાં આવી.પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ફાયરિંગની તીવ્રતા વધારી દીધી છે જેમાં કુપવાડા, ઉરી, પૂંછ, મેંઢક અને રાજૌરી ક્ષેત્રમાં મોર્ટાર અને તોપખાનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના હુમલામાં LoC પર 16 નાગરિકોના મોત થયા છે.
ભારતે ગઈકાલે રાત્રે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી: રાજનાથ સિંહ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા પ્રશંસનીય છે. ગઈકાલે કરેલી કાર્યવાહી અને તેમણે બતાવેલી હિંમત અને બહાદુરી માટે હું આપણા સશસ્ત્ર દળોને અભિનંદન આપું છું. જે રીતે આપણા દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે તે આપણા બધા માટે ગર્વની વાત છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ગઈકાલે અમે ગુણવત્તા શું ભૂમિકા ભજવે છે અને તે શું ભૂમિકા ભજવે છે તેનો નમૂનો જોયો. 'ઓપરેશન સિંદૂર' જે ચોકસાઈથી હાથ ધરવામાં આવ્યું તે અવિશ્વસનીય હતું. આમાં, 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા. આમાં કોઈ નિર્દોષ વ્યક્તિનું મોત થયું નથી. આ શક્ય બન્યું કારણ કે આપણા દળો પાસે ઉત્તમ શસ્ત્રો હતા. તેમણે કહ્યું કે ગઈકાલે આખી દુનિયાએ ભારતની બહાદુરી જોઈ.