Home / India : Jai Shri Ram: Elon Musk's father reaches India, will visit Ayodhya Ram temple

જય શ્રી રામ: Elon Muskના પિતા પહોંચ્યા ભારત, અયોધ્યા રામમંદિરના કરશે દર્શન

Elon Muskના પિતા એરોલ મસ્ક રવિવારે ભારત આવી પહોંચ્યા હતા. તેઓ અયોધ્યાના રામ મંદિરના દર્શન કરવા અને અનેક બિઝનેસ મીટિંગમાં હાજરી આપવા માટે અહીં આવ્યા છે. તેમનો ભારત પ્રવાસ પાંચ દિવસનો છે જે 1 જૂનથી 6 જૂન સુધી ચાલશે. ભારત પ્રવાસ પછી, તેઓ દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. ભારત પહોંચતા, તેમનું એરપોર્ટ પર ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, જેનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. એરોલ મસ્કને તાજેતરમાં ભારતની સ્થાનિક કંપની સર્વોટેકના ગ્લોબલ એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Elon Muskના પિતા રામ મંદિરની મુલાકાતે પહોંચ્યા 

આ મુલાકાત દરમિયાન, એરોલ મસ્ક 2 જૂને કંપનીના એક કાર્યક્રમમાં હાજરી આપી.  જ્યાં તેઓ નીતિ નિર્માતાઓ, રોકાણકારો, વ્યવસાયિક નેતાઓ અને વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓને મળ્યા. આ ઉપરાંત, તેઓ હરિયાણાના સફિયાબાદમાં સ્થિત સર્વોટેકના સોલાર અને EV ચાર્જર ઉત્પાદન પ્લાન્ટની પણ મુલાકાત લેશે. રાજ્યના મંત્રીઓ અને અમલદારો પણ ત્યાં હાજરી આપે તેવી શક્યતા છે. એરોલ મસ્ક અયોધ્યાની રામ જન્મભૂમિ ખાતે શ્રી રામ લલ્લાના દર્શન કરશે અને આશીર્વાદ લેશે. આ દર્શાવે છે કે તેમને ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પ્રત્યે આદર અને લગાવ છે.

એરોલ મસ્કના આગમન પર ભારતીયોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું, "જય શ્રી રામ." બીજા યુઝરે મજાકમાં લખ્યું, "@elonmusk ના પિતા ભારત આવ્યા છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરશે. સાથે સનાતન ધર્મ પણ સ્વીકારો, જીવન નૈયા તરી જશે. બાકી બધી મોહ માય છે." ત્રીજાએ લખ્યું, "ભક્તિ અને વ્યવસાય! એલોન જી જાણે છે કે આ તેમના માટે વિજેતા સૂત્ર હોઈ શકે છે."

ભારતમાં એરોલ મસ્ક શું કરશે?
સર્વોટેક કંપનીએ માહિતી આપી હતી કે એરોલ મસ્ક તેમની કુશળતા દ્વારા કંપનીની ટીમને વ્યૂહાત્મક દિશા આપશે. તેઓ ભારતમાં કંપનીની ઉત્પાદન સુવિધાઓની મુલાકાત લેશે અને સરકારી અધિકારીઓ અને રોકાણકારો સાથે પસંદગીના સંવાદ સત્રોમાં ભાગ લેશે. એરોલ મસ્ક ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે જાણીતા છે. ભારતની મુલાકાત લેવાનો તેમનો હેતુ ફક્ત વ્યવસાયિક દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ ભારતના આધ્યાત્મિક વારસા પ્રત્યે આદર દર્શાવવાનો પણ છે.

પિતા-પુત્ર વચ્ચેના સંબંધો સારા નથી
જોકે, એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે એલોન મસ્ક અને તેમના પિતા એરોલ મસ્ક વચ્ચેના સંબંધો સારા નથી. એલોન મસ્કે પણ ઘણી વખત જાહેરમાં આ વાત સ્વીકારી છે. એરોલ મસ્કનું અંગત જીવન પણ ખૂબ ચર્ચામાં રહ્યું છે. તેમણે બે વાર લગ્ન કર્યા છે અને તેમને ઘણા બાળકો છે. એરોલનું જીવન પણ વિવાદોથી ભરેલું છે. તેઓ તેમની સાવકી પુત્રી જાના બેઝુઇડેનહાઉટથી એક પુત્ર અને એક પુત્રીના પિતા પણ બન્યા છે.

 

 

Related News

Icon