
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ હિલ સ્ટેશનમાં થજવાસ ગ્લેશિયરનો એક ભાગ તૂટી પડતાં રવિવારે એક સ્થાનિક વ્યક્તિ ગુમ થયો હતો અને બે પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ સોનમર્ગમાં થજવાસ ગ્લેશિયરમાં આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક તેનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં એક સ્થાનિક વ્યક્તિ અને બે પ્રવાસીઓ ફસાઈ ગયા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ઘટના પછી તરત જ બે પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે સ્થાનિક વ્યક્તિ હજુ પણ ગુમ છે." તેમને કહ્યું કે ગુમ થયેલા સ્થાનિક વ્યક્તિને શોધવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કાશ્મીરના ગ્લેશિયર્સ અત્યંત સંવેદનશીલ છે અને પ્રવાસીઓનો ભારે ધસારો ગ્લેશિયરની નાજુક ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડે છે, પરિણામે ગ્લેશિયર તૂટી જાય છે અથવા પીગળી જાય છે.