
ઝારખંડ સરકારના મંત્રી આલમ ગીર આલમની ઇડીએ ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા જ મંત્રીના પીએસ ના ખાસ માણસને ત્યાંથી કરોડોની રકમ ઝડપાઈ હતી. ઇડીના દરોડા દરમિયાન 37કરોડની રોકડ રકમ જપ્ત થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અને ઝારખંડ સરકારના મંત્રી ની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે.ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન બાદ વધુ એક મંત્રીની ધરપકડ કરવામાં આવી છે.
https://twitter.com/ANI/status/1790728374068940871
ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આલમગીર આલમના સેક્રેટરીના નોકરના ઘરેથી 37 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી, આ સંબંધમાં પહેલા તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ EDએ તેમની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે EDએ મંગળવારે પણ આલમગીર આલમની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી.
ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમની આજે સવારે 11 વાગ્યાથી પૂછપરછ કરવામાં આવી રહી હતી, ત્યારબાદ EDએ તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. EDએ રવિવારે આલમગીરને સમન્સ પાઠવ્યું હતું. તેમને 14 મેના રોજ રાંચીની ઝોનલ ઓફિસમાં એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. તે મંગળવારે ED સમક્ષ હાજર થયા, જ્યારે તપાસ એજન્સીએ તેની 10 કલાક પૂછપરછ કરી. આ પછી આજે તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
EDએ 6 મેના રોજ દરોડા પાડ્યા હતા
6 મેના રોજ, EDએ આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકર જહાંગીર આલમના એપાર્ટમેન્ટ પર દરોડા પાડ્યા હતા અને 37 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. દરોડા બાદ આલમ અને સંજીવ લાલ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં જ EDએ રાંચીમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, જે દરમિયાન આ રોકડ મળી આવી હતી. રોકડ ગણવા માટે ઘણા મશીનો પણ લાવવામાં આવ્યા હતા, જે બધી 500 રૂપિયાની નોટો હતી. આ સિવાય એજન્સીના અધિકારીઓએ જહાંગીર આલમના ફ્લેટમાંથી કેટલાક દાગીના પણ મળી આવ્યા હતા.
આલમગીર આલમ પાકુરથી ધારાસભ્ય
70 વર્ષીય કોંગ્રેસના નેતા આલમગીર આલમ ઝારખંડમાં ગ્રામીણ વિકાસ મંત્રી છે અને રાજ્ય વિધાનસભામાં પાકુર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. આ દરોડા ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ભૂતપૂર્વ મુખ્ય ઈજનેર વીરેન્દ્ર કે રામ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં હતો, જેની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. આ વિભાગમાં કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતા સાથે સંબંધિત હતું.