Delhi Assembly Elections 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હી પોલીસ સતર્ક છે. દિલ્હી પોલીસે આજે ‘પંજાબ સરકાર’ લખેલી કારમાંથી મળ્યાં લાખો રૂપિયા, દારૂ અને AAPનું પ્રચાર સાહિત્ય ઝડપી પાડ્યું છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આજે માહિતી મળી હતી કે કોપરનિકસ માર્ગ પર પંજાબ ભવન પાસે પંજાબ નંબર પ્લેટ અને 'પંજાબ સરકાર' લખેલું એક શંકાસ્પદ વાહન પાર્ક કરેલું છે. વાહનની તપાસ કરતાં, કારની અંદરથી મોટી માત્રામાં રોકડ રકમ, દારૂની ઘણી બોટલો અને આમ આદમી પાર્ટીના પેમ્ફલેટ મળી આવ્યા. નવી દિલ્હી જિલ્લાના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.