Home / India : Last rites of 18 dead bodies performed on Narmada banks in MP

VIDEO: Deesa blast case/ MPમાં નર્મદા કિનારે 18 મૃતકોના કરાયા અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્નેહીજનો

બનાસકાંઠાના ડીસામાં  આવેલી GIDCમાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 5થી 8 વર્ષના બાળકો પણ હતા. આ તમામ મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. દેવાસના નેમાવર ઘાટ પર આજે 18 લાશોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. તે હજુ ગુજરાતમાં જ છે.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડીસામાં 1 એપ્રિલ (મંગળવારે) સવારે 8 વાગે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. જેમાં 20 શ્રમિકોના મોત થયા હતા. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ઘણા મજૂરોના શરીરના અંગ 50 મીટર દૂર ફંગોળાયા હતા. ફેક્ટરીની પાછળ આવેલા ખેતરોમાંથી પણ માનવ અંગ મળી આવ્યા હતા.

 

આ દુર્ઘટનામાં હંડિયાના 8 અને દેવાસના સંદલપુરના 9 મજૂરોના મોત થયા હતા. તો બીજી તરફ ખાતેગાંવના કોન્ટ્રાક્ટરે પણ જીવ ગુમાવ્યો હતો. 8 મજૂરોની સારવાર ચાલી રહી છે. તેમાંથી 3 ની હાલત ગંભીર છે. આ કેસમાં પોલીસે ફેક્ટરીના માલિક ખુબચંદ રેણુમલ મોહનાની (સિંધી) અને તેનો પુત્ર દિપક ખુબચંદ મોહનાની ધરપકડ કરાઈ છે. જેમની સામે સાપરાધ મનુષ્યવધની સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તંત્રએ કરાવ્યા અંતિમ સંસ્કાર

બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા 18 લોકોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નર્મદા ઘાટ (નેમાવર) પર મૃતદેહોને મુખાગ્નિ આપવામાં આવ્યો હતો. દેવાસના મજૂરોના મૃતદેહ પહેલાં તેમના પૈતૃક ગામ સંદલપુર પહોંચ્યા હતા. ત્યાં અંતિમ દર્શન બાદ તમામ મૃતદેહોને નેમાવર ઘાટ લઇ જવામાં આવ્યા હતા.  

તો બીજી તરફ હરદાના હંડિયાના લોકોના મૃતદેહ ગુજરાતથી સીધા નેમાવર ઘાટ લઇ જવામાં આવ્યા હતા. સ્થાનિક વહિવટી તંત્ર અને પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. 

TOPICS: deesa blast gujarat
Related News

Icon