
વકફ સંશોધન બિલ કાયદો બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે. લોકસભા અને પછી રાજ્યસભામાંથી આ બિલ પાસ થયા બાદ માત્ર રાષ્ટ્રપતિની મોહર લાગવાની બાકી છે. સંસદમાં બિલ પાસ થયાની 24 કલાકની અંદર જ બે સાંસદે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વકફ (સંશોધન)બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને દાવો કર્યો છે કે આ બંધારણીય જોગવાઇઓનું ઉલ્લંઘન કરે છે.
વકફ બિલ પર કાયદાકીય લડાઇ
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જલદી આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. જયરામ રમેશે કહ્યું કે પાર્ટી પહેલા જ નાગરિકતા કાયદા CAA, RTI કાયદા, ચૂંટણી નિયમ સાથે જોડાયેલા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી ચુકી છે અને આ તમામ કેસ કોર્ટમાં ચાલી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટમાં ચાલશે કેસ
સંસદનું કામ કાયદો બનાવવાનું છે અને લોકસભા-રાજ્યસભાએ પોતાનું કામ કરી દીધુ છે. હવે આ બિલ બંધારણ અનુસાર છે કે નથી આ નક્કી કરવાનો અધિકાર સુપ્રીમ કોર્ટ પાસે છે. બિલને પડકારનારા અને તેનો વિરોધ કરનારા ઘણા લોકો છે પરંતુ સુપ્રીમ કોર્ટ આ બિલને બંધારણની કસોટી પર તોલશે કે પછી નક્કી કરશે કે આ બિલ બંધારણીય છે કે નથી.
એવામાં બિલની જોગવાઇને લઇને સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી શકાય છે. વિપક્ષનો પહેલો તર્ક છે કે આ બિલ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને વકફ બોર્ડમાં ગેર મુસ્લિમોની એન્ટ્રી તે અધિકારનું હનન છે. જોકે, સરકારની દલીલ છે કે વકફમાં કોઇ પણ ગેર મુસ્લિમને જગ્યા આપવામાં આવી નથી પરંતુ વકફ બોર્ડમાં ગેર મુસ્લિમ સભ્ય અને મહિલાઓને સામેલ કરવાની જોગવાઇ આ બિલમાં કરવામાં આવી છે.એવામાં હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે શું આ બિલની જોગવાઇને ધાર્મિક સ્વતંત્રતાના બંધારણીય અધિકારનું હનન થઇ રહ્યું છે?
શું કોર્ટ કાયદાને રોકી શકે છે?
જો આપણે સુપ્રીમ કોર્ટના અધિકારો વિશે વાત કરીએ, તો તે સંસદ દ્વારા બનાવેલા કોઈપણ કાયદાનું અર્થઘટન કરી શકે છે પરંતુ જો તે કાયદો કોઈના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવે છે, તો આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટને પણ તેના પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે. પરંતુ આ ત્યારે જ થઈ શકે છે જ્યારે સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદો બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે. કોર્ટ નક્કી કરશે કે આ કાયદો બંધારણમાં સમાવિષ્ટ અધિકારોનું ઉલ્લંઘન કેવી રીતે કરી રહ્યો છે. જોકે, આ પછી, સંસદને બે તૃતીયાંશ બહુમતી દ્વારા બંધારણમાં સુધારો કરીને તે બિલ ફરીથી પસાર કરવાનો અધિકાર પણ છે.