Lok Sabha Election 2024 : ભાજપ નેતા તેમજ ગોરખપુર લોકસભા બેઠકના ઉમેવાર રવિકિશને કોંગ્રેસ નેતા શશી થરૂર પર પ્રહાર કર્યા છે. શશી થરૂરે કહ્યું હતું કે ભાજપના NDA ગઠબંધનને 300 બેઠકો પણ નહી મળે. તેના જવાબમાં રવિકિશને ગોરખપુરમાં કહ્યું કે શશી થરૂર અંગ્રેજ આદમી છે. આપણે રજા હોય ત્યારે ફરવા માટે મનાલી જઈએ છીએ, એમ આ લોકો ચૂંટણી હોય ત્યારે ભારતમાં આવે છે.