Home / India : Love blossomed while playing an online game, an Australian lover married a girl from Ayodhya, then

ઓનલાઈન ગેમ રમતા થયો પ્રેમ, ઓસ્ટ્રેલિયાનો લાડો અયોધ્યાની લાડીને પરણ્યો, પછી થયું એવું કે....

ઓનલાઈન ગેમ રમતા થયો પ્રેમ, ઓસ્ટ્રેલિયાનો લાડો અયોધ્યાની લાડીને પરણ્યો, પછી થયું એવું કે....

ઓનલાઇન ગેમ રમતા પ્રેમ થવો, લગ્ન કરવા આજકાલ સામાન્ય બની ગયું છે. પરંતુ આ લગ્નમાં ઘણીવાર છેતપિંડી પણ જોવા મળે છે. ઉત્તર પ્રદેશની એક છોકરી માટે ઓનલાઈન પ્રેમ અને પછી લગ્નમાં આવું જ બન્યું છે. આ કોરોના મહામારીના સમય એટલે કે વર્ષ 2020 માં જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે અયોધ્યાની રહેવાસી જ્યોતિ શુક્લાએ સમય પસાર કરવા માટે લુડો રમવાનું શરૂ કર્યું. જ્યોતિ, જે વ્યવસાયે કોન્ટ્રાક્ટ હેલ્થ વર્કર છે, તેને ઓનલાઈન લુડો રમતી વખતે સિમ્મી નામની છોકરી સાથે મિત્રતા થઈ. બંને વચ્ચે સારી મિત્રતા હતી. આના થોડા સમય પછી, જ્યોતિને સંદેશ મળ્યો કે સિમ્મીનું મૃત્યુ થયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સિમ્મીનું આઈડી ચલાવતા છોકરાએ કહ્યું કે મારું નામ અનિકેત શર્મા છે. હવે હું સિમ્મીનું આઈડી વાપરીશ. આ પછી જ્યોતિ અનિકેતની મિત્ર બની ગઈ. બંનેએ ફોન નંબરની આપ-લે કરી. જ્યોતિનો આરોપ છે કે એક દિવસ અચાનક અનિકેતે તેને પ્રપોઝ કર્યું. કહ્યું- હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. જ્યોતિને પણ તે ગમતો હતો. પછી તેણે કહ્યું કે હું પહેલા તમારા પરિવાર વિશે જાણવા માંગુ છું.

6 મે 2023 ના રોજ, બંનેએ લગ્ન કર્યા હતા 

અનિકેતે કહ્યું- હું પંજાબના નવાશહેરના મોહન નગરનો રહેવાસી છું. અનિકેતે જ્યોતિને વિશ્વાસમાં લીધી અને તે પણ લગ્ન માટે સંમત થઈ ગઈ. આ પછી અનિકેત તેને મળવા આવ્યો. ત્યાં 6 મે 2023 ના રોજ, બંનેએ પાર્વતી મેરેજ લૉનમાં હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા. આ લગ્નમાં જ્યોતિના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. પણ અનિકેતનો પરિવાર આ લગ્નમાં આવ્યો ન હતો. અનિકેતે કહ્યું- હું ઓસ્ટ્રેલિયામાં કામ કરું છું. પછી હું તને ત્યાં તારા સાસરિયાના ઘરે લઈ જઈશ.

લગ્ન પછી, બંને 7 મે 2023 ના રોજ અયોધ્યા ધામ રામાયણ હોટેલમાં રોકાયા હતા. પછી બીજા દિવસે એટલે કે 8 મે 2023 ના રોજ, બંને અયોધ્યા જિલ્લાની રોયલ હેરિટેજ હોટેલમાં રોકાયા. પછી ત્રીજા દિવસે એટલે કે 9 મે 2023 ના રોજ, અનિકેતે જ્યોતિને કહ્યું કે તેને કોઈ મહત્ત્વપૂર્ણ ઓફિસ કામ માટે ઓસ્ટ્રેલિયા જવાનું છે. ત્યારબાદ તે જ દિવસે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો. અનિકેતે ઓસ્ટ્રેલિયા ગયા પછી પણ તેણે જ્યોતિ સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું. પણ થોડા દિવસો પછી, જ્યોતિ પણ અનિકેત પાસે આવવાનો આગ્રહ કરવા લાગી. પરંતુ અનિકેત જ્યોતિની વાતને અવગણતો રહ્યો, જેના કારણે જ્યોતિ અને અનિકેત વચ્ચે ઘણીવાર ફોન પર દલીલો થતી.

અનિકેત પાંચ લાખ માંગવા લાગ્યો

જ્યોતિએ પોલીસને જણાવ્યું કે આ દરમિયાન અનિકેતે તેની પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. પૈસા ન ચૂકવવાને કારણે અનિકેત જ્યોતિને પોતાની સાથે રાખવા તૈયાર નહોતો. આ ક્રમ 4 મહિના સુધી ચાલુ રહ્યો. 19 સપ્ટેમ્બર, 2023 ના રોજ, જ્યોતિ પ્રવાસી વિઝા સાથે ઓસ્ટ્રેલિયામાં અનિકેતના આપેલા સરનામે પહોંચી. પછી અહીંથી અનિકેતનું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું. જ્યારે જ્યોતિ ઓસ્ટ્રેલિયા પહોંચી ત્યારે તેને ખબર પડી કે અનિકેત પહેલાથી જ પરિણીત હતો અને તેના માતા-પિતા પંજાબમાં રહે છે.

પહેલી પત્નીએ કહ્યું- અમારા છૂટાછેડા થઈ ગયા

એટલું જ નહીં, અનિકેત ઘણીવાર તેના પરિવાર અને માતા-પિતાને મળવા માટે પંજાબ જાય છે. જ્યોતિનો આરોપ છે કે જ્યારે તેણીએ અનિકેતના માતા-પિતાને તેના વિશે ફરિયાદ કરવા માટે ફોન કર્યો, ત્યારે તેઓએ તેને ગાળો આપવાનું શરુ કર્યું. ત્યારબાદ જ્યોતિએ છેલ્લા ઉપાય તરીકે પંજાબમાં અનિકેતના ઘરે ગઈ, જ્યાં અનિકેતના પરિવારના સભ્યોએ તેને માર માર્યો, ગાળાગાળી કરી. અને ત્યાંથી ભગાડી દીધી. જ્યારે જ્યોતિએ અનિકેત અને તેના પરિવાર સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી, ત્યારે અનિકેત અને તેની પહેલી પત્ની કિટ્ટી શર્માએ પરસ્પર સંમતિથી પંજાબી ભાષામાં લખાયેલ નકલી છૂટાછેડા દસ્તાવેજ બતાવ્યો. અને કહ્યું કે  - અમારા બંને છૂટાછેડા થઇ ગયા છે. તમારે કોઈ કાનૂની કાર્યવાહી ન કરવી જોઈએ.

ઓસ્ટ્રેલિયામાં અનિકેતે જ્યોતિ પર અત્યાચાર ગુજાર્યો હતો.

કીટીની વાત માનીને, જ્યોતિ અનિકેત સાથે ઓસ્ટ્રેલિયા પાછી ગઈ. એવો આરોપ છે કે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી અનિકેતે જ્યોતિને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું. અનિકેત ઓસ્ટ્રેલિયામાં દરરોજ જ્યોતિને માર મારતો હતો અને તેને રૂમમાં બંધ રાખતો હતો. ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ, જ્યોતિએ અયોધ્યા પોલીસને પોતાની વ્યથા જણાવી. અયોધ્યા પોલીસે અનિકેત વિરુદ્ધ હુમલો, દહેજ ઉત્પીડન અને 420 સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Related News

Icon