
મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વિસ્તારમાં લોકો ડરી ગયા હતા. વિસ્ફોટના સમાચાર મળ્યા બાદ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે.
આ ઓર્ડનન્સ ફેક્ટરી જવાહરનગર, ભંડારામાં છે. મળતી માહિતી અનુસાર, વિસ્ફોટ ફેક્ટરીના આરકે શાખા વિભાગમાં થયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત ઘાયલ થયા છે. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે લોખંડના મોટા ટુકડા દૂર સુધી પડી ગયા. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે.
ભંડારા કલેક્ટર સંજય કોલ્ટેના જણાવ્યા અનુસાર, વિસ્ફોટને કારણે ફેક્ટરીની છત તૂટી પડી છે, જેને JCB ની મદદથી દૂર કરવામાં આવી રહી છે. અકસ્માત સમયે ઘટનાસ્થળે 12 લોકો હાજર હતા, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની તસવીરો પણ બહાર આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે હથિયારો બનાવવા માટે વપરાતી ભારે સામગ્રીના ટુકડાઓ આસપાસ વિખરાયેલા છે. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને મદદ કરી રહી છે. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને લોકો આમતેમ દોડવા લાગ્યા. ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ છે.