Home / India : Mamta Kulkarni took sannyas in Mahakumbh mahant of Kinnar Akhara

મમતા કુલકર્ણી બની સંન્યાસી, મહાકુંભમાં લીધી દિક્ષા; નંદ ગિરી મળ્યું નવું નામ

મમતા કુલકર્ણી બની સંન્યાસી, મહાકુંભમાં લીધી દિક્ષા; નંદ ગિરી મળ્યું નવું નામ

મમતા કુલકર્ણીએ પ્રયાગરાજ મહાકુંભમાં સંન્યાસની દિક્ષા લીધી છે. સંન્યાસ લેતા જ અભિનેત્રીને હવે એક નવું નામ પણ મળ્યું છે. મમતા કુલકર્ણીનું નવું નામ હશે - શ્રી યમાઈ મમતા નંદગિરિ. મમતા કુલકર્ણીનો રાજ્યાભિષેક આજે સાંજે પ્રયાગરાજમાં થશે. આ પછી તે નવા નામથી ઓળખાશે. હવે મમતા કુલકર્ણી યમાઈ મમતા નંદ ગિરિ તરીકે ઓળખાશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનશે. ૨૪ જાન્યુઆરીની સાંજે મમતા સંગમ ખાતે પિંડદાન કરશે. સાંજે 6 કલાકે કિન્નર અખાડામાં તેનો પટ્ટાભિષેક કાર્યક્રમ યોજાશે. મમતાએ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મહારાજ અને જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટા પણ સામે આવ્યા છે.

મમતા કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનશે

હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીએ પ્રયાગરાજ મહાકુંભમાં સન્યાસની દીક્ષા લીધી છે અને હવે તેમને કિન્નર અખાડામાં મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવશે. તેને આ પદવી ચાદરવિધિ બાદ અપાશે. મમતાએ સંગમ કિનારે પોતાના હાથે પિંડદાન કર્યું.

જણાવી દઈએ કે, અભિનેત્રી મમતા કુલકર્ણી 24 વર્ષ પછી ભારત પરત ફરી છે. ડિસેમ્બર 2024 માં અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આટલા વર્ષો પછી તેને ભારતમાં જોઈને બધાને આશ્ચર્ય થયું હતું. અભિનેત્રીના ચાહકોમાં ખુશીનો માહોલ હતો. એવું માનવામાં આવતું હતું કે, મમતા કુલકર્ણી બોલિવૂડમાં વાપસી કરવા અથવા બિગ બોસ 18માં એન્ટ્રી કરવા માટે ભારત આવી છે. જોકે, અભિનેત્રીએ આ બધી અફવાઓ અને અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે તે મહાકુંભ 2025નો ભાગ બનવા આવી છે. 
 
વર્ષ ૨૦૦૦માં મમતા કુલકર્ણીએ મુંબઈની સાથે સાથે ભારતને પણ અલવિદા કરી દીધું હતું. વર્ષો બાદ ભારત પરત ફરતાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. જેમાં તેણીએ ભારતીય ધરતી પર પગ મુકવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. વિડિયોમાં કહ્યું કે, 'બધાને નમસ્તે, હું મમતા કુલકર્ણી છું અને હું 25 વર્ષ પછી ભારત, બોમ્બે, મુંબઈ, આમચી મુંબઈ મુંબઈ પાછી આવી છું.' મેં વર્ષ ૨૦૦૦માં ભારત છોડ્યું અને ૨૦૨૪માં પાછી ફરી છું. ખૂબ જ ભાવુક બની છું. મને સમજાતું નથી કે આ કેવી રીતે વ્યક્ત કરું.


તેણીએ એમ પણ કહ્યું કે,હું 24 વર્ષ પછી મારા દેશને જોઈ રહી હતી. મારી આંખોમાં આંસુ હતા. મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ હું ફરીથી ભાવુક થઈ ગઈ.

Related News

Icon